ગુજરાતમાં ભાજપના કાર્યકરો પૂર અસરગ્રસ્ત લોકોની મદદ કરી રહ્યા છે : સી. આર. પાટીલ

|

Jul 13, 2022 | 5:44 PM

ગુજરાતમાં(Gujarat) ભારે વરસાદ બાદ સર્જાયેલી કપરી સ્થિતિમાં ભાજપનો કાર્યકર લોકોને તમામ જરૂરી મદદ પહોંચાડી રહ્યા છે. જેમાં ભાજપનો કાર્યકર સંસ્થા સાથે લોકોને ભોજનની વ્યવસ્થા કરી રહ્યો છે. જ્યારે નાના બાળકો માટે દૂધની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં (Gujarat)  છેલ્લા ચાર દિવસથી પડેલા ભારે વરસાદ(Rain) અનેક જિલ્લાઓમાં તારાજી સર્જી છે. તેમજ અનેક ગામોમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જો કે આ દરમ્યાન ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે(CR Paatil )  જણાવ્યું છે કે આવી કપરી સ્થિતિમાં ભાજપનો કાર્યકર લોકોને તમામ જરૂરી મદદ પહોંચાડી રહ્યા છે. જેમાં ભાજપનો કાર્યકર લોકોને સંસ્થા સાથે જમવાની વ્યવસ્થા કરી રહ્યો છે. તેમજ નાના બાળકો માટે દૂધની પણ વ્યવસ્થા કરી રહ્યો છે. વડોદરા ભાજપના પ્રમુખ વિજયભાઈ શાહ 22 લાખ રૂપિયાની કીટ મોકલી છે. તેમજ સુરતના પ્રમુખ નીરંજન ભાઇએ પણ અનેક સુરતના આસપાસના અને નવસારી વિસ્તારમાં કીટો મોકલી છે. આ ઉપરાંત અનેક લોકોને આશ્રયની પણ જરૂરિયાત છે.

ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે વધુમાં   જણાવ્યું  હતું કે,જ્યારે થોડા સમયમાં વરસાદ બંધ થતાં પાણી ઉતરી જશે. જો કે તેની બાદ પણ લોકોને સહાયની જરૂર રહેશે. જેના પગલે અમે સરકારને લોકોને મદદ કરવા અને કેશડોલ આપવા સીએમને રજૂઆત કરીશું. આ ઉપરાંત રાજયમાં પડેલા ભારે વરસાદ અને તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારે નુકશાન થયું છે.

ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ  રહેવાની હવામાન વિભાગે આગાહી આપી છે. વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ હજી પણ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. 14 અને 15 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી. ડાંગ અને વલસાડમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગિરસોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે જ્યારે 15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ. અમરેલી અને ગિરસોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે.

Published On - 5:41 pm, Wed, 13 July 22

Next Video