Cyclone Biporjoy : બિપરજોય વાવાઝોડાને લઈ ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે ચિંતા વ્યક્ત કરી, સરકારની સૂચનાઓનું પાલન કરવા કરી અપીલ, જુઓ Video

Cyclone Biporjoy : બિપરજોય વાવાઝોડાને લઈ ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે ચિંતા વ્યક્ત કરી, સરકારની સૂચનાઓનું પાલન કરવા કરી અપીલ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 14, 2023 | 6:43 PM

વાવાઝોડાની પરિસ્થિતિને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખે દરિયા કાંઠા વિસ્તારમાં રહેતા લોકો માટે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે PM મોદીના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા છે. તેમણે ખાસ સરકારની તમામ સૂચનાઓનું પાલન કરવા લોકોને અપીલ કરી

Cyclone Biporjoy : વાવાઝોડાને લઈ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પીએમ મોદીએ હંમેશાની જેમ અગમચેતીના પગલાં લીધા છે. તેઓ ગુજરાતની ખૂબ ચિંતા કરી રહ્યા છે.

ગુજરાતને ઓછામાં ઓછું નુક્સાન થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર સાબદું થઈને બેઠું છે. તેમણે લોકોને સહયોગ આપવા માટે અપીલ કરી. દરિયાકાંઠે ન જવા અને સરકારની તમામ સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી અને વાવાઝોડું જ્યા અસર નથી કરવાનું તેવા જિલ્લાઓના કાર્યકર્તાઓને સૂકા નાસ્તાના પેકેટ, બિસ્કીટ, મીણબત્તી, માચિસ, અગરબત્તી સહિતની સામગ્રી તૈયાર કરવા અપીલ કરી.

આ પણ વાંચો : નલિયામાં બિપરજોય વાવાઝોડાને લઇ લોકોનું કરાયું સ્થળાંતર, ઋષિકેશ પટેલે લીધી મુલાકાત, જુઓ video

સાથે જ વાવાઝોડા પછી અસરગ્રસ્ત લોકોને ભોજન મળી રહે તે માટે વ્યવસ્થા કરવાની પણ અપીલ કરી છે. વાવાઝોડાની પરિસ્થિતિ પર રાજ્ય સરકારની સીધી નજર છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટર સાથે બેઠક કરી છે. વીડિયો કોન્ફરન્સથી કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ સહિતના જિલ્લા કલેક્ટર જોડાયા છે. હાલ દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાની તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 14, 2023 06:40 PM