તમારા કારણે નહી, પીએમ મોદીને કારણે તમે જીત્યા છો- સી આર પાટીલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહ્યું

તમારા કારણે નહી, પીએમ મોદીને કારણે તમે જીત્યા છો- સી આર પાટીલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહ્યું

| Edited By: | Updated on: Nov 29, 2023 | 3:00 PM

સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન પાટીલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમની મર્યાદા યાદ અપાવી દીધી. તેમણે ધારાસભ્યોને કહી દીધુ કે તેમને જે મત મળ્યા છે તે તેમની નહીં વડાપ્રધાન મોદીની તાકાતથી મળ્યા છે.

ફરી એકવાર જોવા મળ્યો ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો પાવર જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન પાટીલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમની મર્યાદા યાદ અપાવી દીધી. તેમણે ધારાસભ્યોને કહી દીધુ કે તેમને જે મત મળ્યા છે તે તેમની નહીં વડાપ્રધાન મોદીની તાકાતથી મળ્યા છે.

સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સંબોધન કર્યુ હતુ. જેમાં તેમણે ધારાસભ્ય જગદીશ મકવાણા, પ્રકાશ વરમોરા અને પી.કે. પરમારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે, તેઓ ભલે ગમે તેટલા મતથી જીત્યા હોય પણ એ જીત તેમની નહીં વડાપ્રધાન મોદીની તાકાતથી મળી છે.

આ પણ વાંચો- રાજકોટ વીડિયો : કમોસમી વરસાદ બાદ રોગચાળો વકર્યો, વધારાની ખોલાયેલી કેસ બારીઓ પણ દર્દીઓથી ઉભરાઈ

સી આર પાટીલે કહ્યું કે, જો તમને તમારી જીત પર ઘમંડ આવશે તો તમારા પગલાં પણ પાછા પડશે. બીજીતરફ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ગુજરાત ભાજપમાં કાર્યકરોને મેરિટના આધારે ટિકિટ મળે છે. નેતાઓની પછેડી પકડીને પાછળ આવનારને નહીં પણ કામ કરનારને તક અને પદ આપવામાં આવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો