રાજકોટ વીડિયો : કમોસમી વરસાદ બાદ રોગચાળો વકર્યો, વધારાની ખોલાયેલી કેસ બારીઓ પણ દર્દીઓથી ઉભરાઈ
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. જેમાં વડોદરા, રાજકોટ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ રોગચાળો વધ્યો છે. રાજકોટની સરકારી હોસ્પિટલની ઓપીડી બહાર શરુ કરાયેલી વધારાની કેસ બારીઓ પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.ફક્ત એક જ અઠવાડિયામાં વાયરલ ઈન્ફેક્શન અને ઝાડા-ઊલટીના કેસમાં ઉછાળો થયો છે.
રાજકોટમાં કમોસમી વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવા લાગી છે. તેમજ ઓપીડી બહાર શરુ કરાયેલી વધારાની કેસ બારીઓ પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.ફક્ત એક જ અઠવાડિયામાં વાયરલ ઈન્ફેક્શન અને ઝાડા-ઊલટીના કેસમાં ઉછાળો થયો છે.ફક્ત કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં જ 1 હજારથી વધુ વાયરલ ઈન્ફેક્શનના કેસ નોંધાયા છે.
કોર્પોરેશનનું તંત્ર રોગચાળો ડામવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.જોકે હંમેશાની જેમ તંત્રએ ફોગિંગની કામગીરી ચાલતી હોવાનો દાવો કર્યો છે. કોર્પોરેશનનો દાવો છે કે એક અઠવાડિયામાં 3 હજાર ઘરોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે વરિષ્ઠ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સવારે જોગીંગ કરવા માટે જાય તો ફુલ-સ્લીવના સ્વેટર અને ટોપી પહેરીની જાય.
Latest Videos