Ahmedabad : ‘જીવનમાં પાંચ વખત પ્રમુખ સ્વામીના દર્શનનો મોકો મળ્યો’, શતાબ્દી મહોત્સવની સી આર પાટીલે લીધી મુલાકાત

|

Dec 27, 2022 | 8:20 AM

શતાબ્દી મહોત્સવમાં યોજાયેલા એક ક્રાર્યક્રમમાં સીઆર પાટીલે પ્રમુખ સ્વામીને યાદ કરીને શબ્દાંજલિ પણ પાઠવી. વધુમાં કહ્યું કે, જીવનમાં ચારથી પાંચ વાર તેમને પ્રમુખ સ્વામીના દર્શનનો મોકો મળ્યો હતો.

દેશ અને દુનિયાના લોકોએ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લેવી જોઈએ, તેનો અભ્યાસ કરવો જોઈએ અને તેમાંથી પ્રેરણા લેવી જોઈએ. શતાબ્દી મહોત્સવમાં યોજાયેલી સભામાં ઉપસ્થિત રહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે લોકોને આ અપીલ કરી. શતાબ્દી મહોત્સવમાં યોજાયેલા એક ક્રાર્યક્રમમાં સીઆર પાટીલે પ્રમુખ સ્વામીને યાદ કરીને શબ્દાંજલિ પણ પાઠવી. સીઆર પાટીલે કહ્યું કે જીવનમાં ચારથી પાંચ વાર તેમને પ્રમુખ સ્વામીના દર્શનનો મોકો મળ્યો હતો, જે તેમના માટે મોટો લ્હાવો હતો. શતાબ્દી મહોત્સવની પ્રશંસા કરતા કહ્યું કે આટલું મોટું આયોજન કરવું અને તેનું સફળતાપૂર્વક સંચાલન કરવું તે મોટી વાત છે.

સીઆર પાટીલે પ્રમુખ સ્વામીને યાદ કરીને શબ્દાંજલિ પાઠવી

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને અનુલક્ષીને અમદાવાદના આંગણે 600 એકર જમીનમાં પ્રમુખસ્વામી મહારાજ નગર ઊભું કરવામાં આવ્યું છે. આ ભવ્ય નગરમાં પ્રદર્શનોથી માંડીને અનેક આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે. આવું જ એક આકર્ષણ છે લાઇટ એન્ડ સાઉન્ડ શો. આ શોમાં અત્યાધુનિક રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મનોરંજનની સાથે સાથે સામાજિક મેસેજ આપવાનો અદભૂત પ્રયાસ કરવામાં આવ્યો છે.

Published On - 8:20 am, Tue, 27 December 22

Next Video