સુરત પોલીસ પર ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ સવાલ ઉઠાવ્યા છે. પોલીસ પર ગંભીર આક્ષેપો ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા છે. પોલીસ ચેકિંગના બહાને લોકોને પરેશાન કરતી હોવાનો ગંભીર આક્ષેપ સંકલનની બેઠકમાં લેખિત પત્ર લખીને કર્યો છે. ભાજપના ધારાસભ્યએ કહ્યુ છે કે, શનિવાર અને રવિવારે ભાટિયા ચેકપોસ્ટ પર લોકોને પોલીસ દ્વારા હેરાનગતી કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાં બેફામ રીતે ઓવર લોડ ટ્રકો રસ્તાઓ પર દોડી રહી છે, તો સ્કૂલવાનમાં પણ ઘેટા બકરાની માફક બાળકોને ભરીને લઈ જવાતા હોવાનુ જોવા મળી રહ્યુ હોવાનુ કહ્યુ હતુ. સંકલનની બેઠકમાં ધારાસભ્ય દ્વારા લેખિત પત્ર લખીને ધારાસભ્યે પરેશાન કર્યા હોવાનુ કહ્યુ હતુ.