કમલમ પર ઘર્ષણ મુદ્દે આપના નેતાઓ વિરુદ્ધ ભાજપના મહિલા કાર્યકરે કરી નામજોગ ફરિયાદ
AAPના જે નેતાઓ સામે નામજોગ FIR નોંધાઈ છે તેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર પ્રવીણ રામ, નિખિલ સવાણી અને હસમુખ પટેલનો સમાવેશ થાય છે.
ગુજરાતના(Gujarat) ગાંધીનગરમાં (Gandhinagar) ભાજપના કાર્યાલય કમલમ (Kamlam) ખાતે થયેલા ઘર્ષણ મામલે ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.. ભાજપના મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે(Shradha Rajput) FIR દાખલ કરાવી છે..જેમાં AAPના 6 નેતા સામે નામજોગ અને 500 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરાઈ છે..
AAPના જે નેતાઓ સામે નામજોગ FIR નોંધાઈ છે તેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર પ્રવીણ રામ, નિખિલ સવાણી અને હસમુખ પટેલનો સમાવેશ થાય છે.
આ ફરિયાદ પ્રમાણે, આરોપીઓ કાવતરાપૂર્વક હુમલો કરવા આવ્યા હતા.. તેઓએ જુદા-જુદા સ્થળેથી માણસોને કમલમ ખાતે બોલાવ્યા હતા અને કમલમનો ગેટ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.. ત્યારબાદ AAPના ટોળાએ ભાજપની મહિલા કાર્યકરોને શારીરિક અડપલાં કરી માર માર્યો હતો..
આની સાથે જ અભદ્ર ભાષા બોલીને પોલીસની ગાડીનો કાચ તોડ્યો હતો.. પોલીસે તમામ સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મંગળવારે તમામને કોર્ટમાં રજૂ કરાશે.. પોલીસે 452, 341, 323, 143 સહિતની કલમો હેઠળ FIR દાખલ કરી છે..
રાજ્યમાં આજે પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું છે.. ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમ પર રાજકીય તમાશો જોવા મળ્યો. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા કાર્યકરો સાથે કમલમમાં ધસી જઈને ધરણા પર બેસી ગયા. ધરણા દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ થતાં ત્યાં પોલીસ દોડી આવી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં આગામી ચાર દિવસ ઠંડીની ચમકારો યથાવત રહેવાની આગાહી
આ પણ વાંચો : ગીર સોમનાથ : ઉના પંથકમાં દીપડાનો આતંક, 48 કલાકમાં બે બાળકો પર હુમલો