ગીર સોમનાથ : ઉના પંથકમાં દીપડાનો આતંક, 48 કલાકમાં બે બાળકો પર હુમલો

ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક વધી રહ્યો છે. અને છેલ્લા 2 દિવસમાં બે ઉના તાલુકાના બે ગામોમાં દીપડાએ બાળકો પર હુમલો કર્યો છે.

ગીર સોમનાથ : ઉના પંથકમાં દીપડાનો આતંક, 48 કલાકમાં બે બાળકો પર હુમલો
ઉના પંથકમાં દીપડાનો આતંક (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 6:53 PM

ઊના પંથકમા દીપડાની દહેશત વધી ગઇ છે.ગઈકાલે સનખડા ગામે 4 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. તો આજે ઉનાના ભડીયાદર ગામે માતાના હાથમાંથી 4 વર્ષની બાળા પર દીપડાએ તરાપ મારી હુમલો કર્યો હતો, આ હુમલામાં માતા પુત્રી બંન્ને ઘાયલ, હાલ ઉનાની લાઈફકેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

ઉનામાં દીપડાના હુમલાના 48 કલાકમાં 2 બનાવો નોંધાયા

ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક વધી રહ્યો છે. અને છેલ્લા 2 દિવસમાં બે ઉના તાલુકાના બે ગામોમાં દીપડાએ બાળકો પર હુમલો કર્યો છે. ત્યારે ઉનાના ભડીયાદર ગામે રહેતા દેવસીભાઈ સાદુરભાઈ નામના ખેડૂત વાડી વિસ્તારમાં રહે છે, અને ખેતીકામ કરે છે. ગત સાંજે શાર્દુલભાઈના પત્ની લક્ષ્મીબેન પોતાની 4 વર્ષની દીકરી પાયલને તેડી કુંડી પર હાથ ધોવા જતા હતા. તે સમયે અચાનક કપાસ ખેતરમાંથી દીપડો આવી ઝપટ બોલાવી. દીપડાએ લક્ષ્મી બેનના હાથમાંથી તેની 4 વર્ષની દીકરીને છીનવી ફરાર થયો હતો. જોકે લક્ષ્મી બેન અને અન્ય ઘરના સદસ્યો બુમાબુમ કરી દીપડાનો પીછો કરતા દીપડો કપાસના ખેતરમાં દૂર બાળાને મૂકી ફરાર થયો હતો.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ગામની સીમમાં 4 ખુંખાર દીપડાઓ હોવાનું સરપંચનું નિવેદન

જોકે દીપડાના હુમલામાં માતા અને બાળાને ગંભીર ઇજાઓ પહોંચતા હાલ ઉનાની લાઈફ કેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે ભડીયાદર ગામના સરપંચનું કહેવું છે કે ભડીયાદર ગામની સીમમાં 3 થી 4 ખુંખાર દીપડાઓ રહેઠાણ કરી રહ્યા છે, દીપડાઓ અને હુમલાની જાણ ફોરેસ્ટને કરવામાં આવી છે. અને જસાધાર વન વિભાગે એક દીપડાને પાંજરે પૂર્યો છે. જોકે હજુ 2 થી 3 દીપડાઓ સીમમાં દેહસ્ત મચાવી રહ્યા છે. જેને ઝડપી પાડવામાં આવે. જોકે દીપડાને પકડવા અન્ય 2 પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે. ત્યારે ગામ લોકો માંગ કરી રહ્યા છે કે તમામ દીપડાઓને તત્કાળ ધોરણે ઝડપી પાડવામાં આવે.

હાલ ગુજરાતમાં જંગલ વિસ્તાર આસપાસના ગામડાઓમાં દીપડાઓના હુમલાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આ વનવિભાગ માત્ર પાંજરા મુકીને સંતોષ માને છે. પરંતુ, ખુંખાર દીપડાઓને કારણે માનવોના જીવ પણ જઇ રહ્યાં છે. પરંતુ, આ સમસ્યાનો જોઇએ તેવો ઉકેલ આવ્યો નથી.

આ પણ વાંચો : Naukari News: એકાઉન્ટન્ટ ક્ષેત્રમાં રસ ધરાવનારા આ પોસ્ટ ખાસ વાંચે, જાણો નોકરીની ઉત્તમ તક અને કેટલો મળશે પગાર

g clip-path="url(#clip0_868_265)">