ટોલ નાકે ફાસ્ટેગની માથાકૂટમાં ‘BJP નેતા’ ફફડી ગયો, 12 જણાએ ભેગા થઈને મંત્રીને બરાબરનો ઝૂડ્યો – જુઓ Video
સોમનાથથી દર્શન કરી પરત ફરતા મોરબી ભાજપના મહામંત્રી તપન દવે પર ટોલ બૂથ પર હુમલો થયો છે. ફાસ્ટેગની ખામી બાદ થયેલી બોલાચાલીમાં પાઇપ વડે હુમલો કરાયો હતો, જેમાં પોલીસે 12 શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગીર-સોમનાથ જિલ્લામાં મોરબી ભાજપના મહામંત્રી તપન દવે પર જોરદાર હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી અનુસાર, તપન દવે સોમનાથ મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન હાઇવે પર આવેલા એક ટોલ બૂથ પર આ બબાલ થઈ હતી.
મળતી માહિતી મુજબ, ટોલ બૂથ પર ગાડી આવી ત્યારે ફાસ્ટેગ (FASTag) માં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ ટેક્નિકલ ખામી બાદ ટોલ બૂથ પર હાજર કર્મચારીએ ભાજપના મહામંત્રી સાથે રકઝક અને બોલાચાલી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં આ વિવાદ એટલો વધી ગયો કે, કર્મચારીઓ હિંસક બની ગયા હતા. ટોલ બૂથ પર હાજર એક શખ્સ પાઇપ વડે હુમલો કરતો હોય તેવા દ્રશ્યો ત્યાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ ગયા છે.
આ હિંસક ઘટના બાદ મોરબી ભાજપ મહામંત્રી તપન દવે દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા કુલ 12 શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસ ફરિયાદમાં હુમલાખોરો વિરૂદ્ધ રાયોટિંગ, હુમલો કરવો તેમજ લૂંટ ચલાવવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.