Gujarat Election 2022: પાટણ બેઠક પર ભાજપે ડૉ.રાજુલ દેસાઈને આપી ટિકિટ, નિવાસસ્થાને સમર્થકો ઉમટ્યા

Gujarat Election 2022: પાટણ બેઠક પર ભાજપે ડૉ.રાજુલ દેસાઈને આપી ટિકિટ, નિવાસસ્થાને સમર્થકો ઉમટ્યા

| Edited By: | Updated on: Nov 15, 2022 | 10:36 AM

પાટણ બેઠક પર ટિકિટને લઈ પહેલેથી જ વિવાદ ચાલતો હતો. જો કે ભાજપે ડૉ.રાજુલ દેસાઈને ટિકિટ આપતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે. પા

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 હજાર 362 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ગઈકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. જેથી પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે દોડાદોડી કરી હતી. ત્યારે ઉત્તર ગુજરાતની સૌથી મહત્વની ગણાતી પાટણ બેઠક પર ભાજપે આયાતી ઉમેદવાર ડૉ.રાજુલ દેસાઈને ટિકિટ આપી છે. નામ જાહેર થતાની સાથે જ ડીસામાં તેમના નિવાસસ્થાને સમર્થકો શુભેચ્છા આપવા માટે પહોંચ્યા હતા. ડીસાના કાર્યકરોએ તેમનું મોઢું મીઠુ કરાવ્યું હતું. રાજુલ દેસાઈ રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય છે.. તેઓ લૉ કૉલેજમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા હતા.

રાજકીય ઇતિહાસ

પાટણ બેઠક પર ટિકિટને લઈ પહેલેથી જ વિવાદ ચાલતો હતો. જો કે ભાજપે ડૉ.રાજુલ દેસાઈને ટિકિટ આપતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે. પાટણ બેઠકના રાજકીય સમીકરણોની વાત કરીએ તો 2002માં ભાજપના આનંદીબેન ચૂંટણી જીત્યા હતા. આનંદીબેન માર્ગ મકાન અને શિક્ષણપ્રધાન બન્યા હતા. કોંગ્રેસના કાંતિ પટેલ 3,500 મતોથી હાર્યા હતા. 2007માં ભાજપના આનંદીબેન ફરી ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસના કાંતિ પટેલનો ફરી 6 હજાર મતોથી પરાજય થયો હતો. ફરી આનંદીબેનને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું હતુ. તેઓ મહેસૂલપ્રધાન, શિક્ષણપ્રધાન, માર્ગ મકાનપ્રધાન બન્યા હતા. 2012માં ભાજપના રણછોડ દેસાઇની 5,782 મતોથી જીત થઇ હતી. 2017માં પાટીદાર ફેક્ટરની અસરથી કોંગ્રેસના કિરીટ પટેલ જીત્યા હતા. 2017માં ભાજપના રણછોડ દેસાઇની 35 હજાર મતોથી હાર થઇ હતી.

જાતિગત સમીકરણ

પાટણ બેઠક પર ઠાકોર અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. અહીં ઠાકોર, પાટીદાર, રબારી ઉમેદવારો જ જીતતા આવ્યા છે. 2002થી 2017 સુધી પાટીદાર ઉમેદવારો જીત્યા છે
પાટણ શહેર સહિત 11 ગામડાઓનો સમાવેશ થાય છે.

Published on: Nov 15, 2022 10:01 AM
Follow Us