વડોદરા (Vadodara)ના ભાજપી કોર્પોરેટર ધર્મેશ પટણી (Dharmesh Patni) ફરી વિવાદમાં આવ્યા છે. આ વખતે તેમના પર મંદિરમાં પૂજારીના (Priest) પત્ની સાથે અસભ્ય વર્તન કર્યાનો આક્ષેપ થયો છે. મંદિરમાં પૂજા માટે પૂજારીના પત્ની અને દીકરા સાથે ગાળાગાળી કરી તેમણે ત્રિશૂળ મારવાનો પ્રયાસ કર્યો હોવાનો પૂજારીએ આક્ષેપ કર્યો છે. બે દિવસ અગાઉ ધર્મેશ પટણી પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મંદિરમાં પૂજા કરવા ગયા હતા. ત્યારે ત્યાં પૂજારી દિલીપ ભટ્ટના પત્ની પૂજા કરવા આવ્યા અને વહેલી પૂજા કરી નીકળી જવા કહેતાં ભાજપ કોર્પોરેટરે ગુસ્સે થઈ ગયા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા હોવાનો આક્ષેપ થયો છે. પૂજારી દિલીપ ભટ્ટે જણાવ્યું કે મારા દીકરાને જાણ થતાં તે દોડી આવ્યો હતો અને ઝઘડામાં વચ્ચે પડતાં કોર્પોરેટરે ત્રિશૂળ લઈ મારવાનો પ્રયાસ કર્યો હતો.
તો આ તરફ BJP કોર્પોરેટર ધર્મેશ પટણીએ આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યુ કે, “હું કોઇને અપશબ્દ બોલ્યો નથી. પૂજારીના પત્ની પૂજા માટે ઉતાવળ કરતા હોવાથી મેં માત્ર ઠપકો આપ્યો હતો”
કોર્પોરેટર ધર્મેશ પટણી ભલે આક્ષેપોને ફગાવીને ડાહી ડાહી વાતો કરતા હોય. પરંતુ આ વિવાદ સમયના CCTV ફૂટેજ ડિલિટ કરી દેવામાં આવ્યા છે. જે મામલે ધર્મેશ પટણી મંદિરના પ્રમુખ હોવા છતાં અજાણ હોવાનો દાવો કરી રહ્યા છે. મહત્વનું છે કે, ભાજપના કોર્પોરેટર ધર્મેશ પટ્ટણી અગાઉ અધિકારી સાથે અને પથારા હટાવવા મુદ્દે વિવાદમાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં વર્ગ-1ના અધિકારી 15 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, પેટ્રોલ પંપ માટે જમીન NA કરવા લાંચ માગી હતી
આ પણ વાંચોઃ Valsad: ગુજરાતનું ચેરાપુંજી કહેવાતા કપરાડા તાલુકાના લોકોને દર વર્ષે ઉનાળામાં પાણી માટે વલખાં મારવાં પડે છે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો