કડીમાં ચૂંટણી પહેલા જ ભાજપની જીત ! 36માંથી 22 બેઠકો બિનહરીફ જાહેર

| Updated on: Apr 12, 2026 | 12:24 PM

મહેસાણા જિલ્લાના કડી પાલિકાની ચૂંટણીમાં ભાજપનો દબદબો ફરી એકવાર સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે. કુલ 36 બેઠકોમાંથી 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, આ ઉમેદવારો ચૂંટણી પહેલા જ જીતી ગયા છે.

મહેસાણા જિલ્લાના કડી પાલિકાની ચૂંટણીમાં ભાજપનો દબદબો ફરી એકવાર સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે. કુલ 36 બેઠકોમાંથી 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, આ ઉમેદવારો ચૂંટણી પહેલા જ જીતી ગયા છે. જે પાર્ટી માટે મોટી રાજકીય સફળતા માનવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા જ આટલી મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ મળવી એ કડી વિસ્તારમાં ભાજપની મજબૂત પકડ દર્શાવે છે.

36 બેઠમાંથી 22 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ

ખાસ કરીને વોર્ડ નંબર 1, 3 અને 6માં ભાજપની આખી પેનલ બિનહરીફ રહી છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિપક્ષ કે અપક્ષ ઉમેદવારો મેદાનમાં ન ઉતરતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે આ વિસ્તારોમાં ભાજપને સીધે સીધી જીત મળી ગઈ છે અને મતદાનની જરૂરિયાત જ રહી નથી.

બિનહરીફ બેઠકો મેળવવામાં સફળતા

આ જીત પાછળ રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને દિગ્ગજ નેતા નીતિન પટેલના પ્રયાસોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્તરે તેમની વ્યૂહરચના અને સંગઠન પરની પકડને કારણે ભાજપને આટલી મોટી સંખ્યામાં બિનહરીફ બેઠકો મેળવવામાં સફળતા મળી છે.

ભાજપનું પ્રભુત્વ અડગ

ઉલ્લેખનીય છે કે વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કડી પાલિકામાં ભાજપને સૌથી વધુ બિનહરીફ બેઠકો મળી હતી. આ વખત એ જ ટ્રેન્ડ યથાવત રહ્યો છે, જે દર્શાવે છે કે કડી પાલિકામાં ભાજપનું પ્રભુત્વ હજુ પણ અડગ છે.

Breaking News : અંદરખાને ગઠબંધન? AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us