Biporjoy cyclone ઓખામાં જેટીની દિવાલ તોડી રોડ પર પહોંચ્યા દરિયાના પાણી, જુઓ Exclusive Video

Biporjoy cyclone ઓખામાં જેટીની દિવાલ તોડી રોડ પર પહોંચ્યા દરિયાના પાણી, જુઓ Exclusive Video

| Edited By: | Updated on: Jun 15, 2023 | 5:55 PM

હાલ વાવાઝોડાના સંકટને જોતા ઓખામાં સ્વયંભૂ બંધ પાલવમાં આવ્યો છે. મહત્વનુ છે કે વાવાઝોડાની સ્થિતિને લઈ ઓખામાં જેટીની ઉપર દરિયાના પાણી ફરી વળ્યા છે.

Cyclone Biparjoy: દ્વારકાના ઓખામાં જેટીની ઉપર દરિયાના પાણી ફરી વળ્યા છે. દરિયાના પાણી જેટીની દિવાલ તોડી રોડ પર પહોંચ્યા છે. પવનની ગતિ વધતા ઓખાનો દરિયો થયો ગાંડોતૂર બન્યો છે. ઓખાથી બેટ દ્વારકા તરફ જવાનો રસ્તો હાલ બંધ કરાયો છે. બેટ દ્વારકા તરફના રસ્તાઓ પર વીજ પોલ ધરાશાયી થવાની પણ ઘટના બની છે. કોસ્ટલ ગાર્ડની ઓફિસની દીવાલ તૂટી પડતા રસ્તો બંધ કરાયો છે.

આ પણ વાંચો : જખૌ પોર્ટ લોકો તેમજ મીડિયા કર્મીઓ માટે પણ બંધ કરાયો, શ્રમિકોના ઘરમાં ઘૂસ્યા પાણી

બીજી તરફ બિપરજોય વાવાઝોડાનું જોર કચ્છમાં વધ્યું છે. જેને લઇ જખૌ પોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. વાવાઝોડાના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાએ પોતાનો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધો હોય તેવું લાગી રહ્યું છે. સમુદ્રની જળસપાટીમાં પણ વધારો થયો છે. તેથી જખૌ પોર્ટ બંધ કરી દેવામાં આવ્યો છે. પોર્ટ પર આવેલા કામદારોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું હતું. પોર્ટ તરફ આવેલા મકાનો અને રસ્તાઓ પર દરિયાનું પાણી ભરાઇ ગયું છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો