Jamnagar : કેબિનેટ મંત્રી મૂળુ બેરાની પશુપાલકો માટે મોટી જાહેરાત, જુઓ Video
જામનગરમાં કેબિનેટ પ્રધાન મુળુ બેરાએ પશુપાલકો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર પશુપાલકોને વિનામૂલ્યે ઘાસચારો પૂરો પાડશે તેવું જણાવ્યુ છે. ખાસ કરીને સરકારના આગોતરા આયોજનને પગલે સ્થિતિ કાબૂમાં આવી છે.
Cyclone Biparjoy: જામનગરમાં વાવાઝોડાની સ્થિતિ પર કેબિનેટ પ્રધાન મૂળુ બેરા સતત નજર રાખી રહ્યા છે. કેબિનેટ પ્રધાન મૂળુ બેરાએ પશુપાલકો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર પશુપાલકોને વિનામૂલ્યે ઘાસચારો પૂરો પાડશે તેવું નિવેદન કેબિનેટ પ્રધાન મૂળુ બેરા દ્વારા કરવામાં આવ્યું છે . તેમજ સરકારના આગોતરા આયોજનને પગલે વાવાઝોડા બાદ ગુજરાતમાં સ્થિતિ કાબૂમાં હોવાનું પણ જણાવ્યુ હતું. સરકારની અગમચેતીના કારણે મોટું નુકસાન ટળ્યું હોવાનું જણાવ્યુ છે.
આ પણ વાંચો : કચ્છમાં અત્યાર સુધી 18 ઇંચથી વધુ વરસાદ પડયો, 8 હજાર વીજપોલ ધરાશાયી-ઋષિકેશ પટેલ
બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયા કિનારે ભારે નુકશાન થયું છે. કચ્છમાં પણ ભારે વરસાદ થયો છે. જે દરમ્યાન જામનગરમાં 32 મી.મી વરસાદ નોંધાયો હતો. વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. રાહત કમિશ્નર દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. આ તારાજી દરમ્યાન રાજ્યમાં કેટલાય પશુઓનો પણ જીવ ગયો હોવાની માહિતી સામે આવી છે.
કારણ કે વાવાઝોડાની અસર હેઠળ રાજ્યના 175 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લામાં વરસાદ પડ્યો છે. કચ્છના અંજારમાં સૌથી વધુ 6.8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કેબિનેટ પ્રદહન મૂળુ બેરાએ કરેલી જાહેરાતને લઈ પશુપાલકોમાં ખુસીનો માહોલ વ્યાપ્યો છે.
