Gandhinagar : આજથી ડિફેન્સ એક્સપોની શરૂઆત, ભારતીય સેનાનું પરાક્રમ અને હાઈટેક શસ્ત્રોને નિહાળી શકશે ગુજરાતીઓ

Gandhinagar : આજથી ડિફેન્સ એક્સપોની શરૂઆત, ભારતીય સેનાનું પરાક્રમ અને હાઈટેક શસ્ત્રોને નિહાળી શકશે ગુજરાતીઓ

| Edited By: | Updated on: Oct 18, 2022 | 9:21 AM

ગાંધીનગરના (Gandhinagar) હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 1 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ડિફેન્સ એક્સપોનું ભવ્ય આયોજન કરાયું છે.

ભારતીય સેનાનું (Indian Army) પરાક્રમ, શૌર્ય, હિંમત અને હાઈટેક શસ્ત્રોને ગુજરાતની (gujarat) પ્રજા નજીકથી નિહાળી શકશે. ગુજરાતમાં ભવ્ય ડિફેન્સ એક્સપોનું (Defense Expo)ની આજે શરૂઆત થશે. જે 22 ઓક્ટોબર સુધી ચાલશે. ગાંધીનગરના (Gandhinagar) હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 1 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ડિફેન્સ એક્સપોનું ભવ્ય આયોજન કરાયું છે. વિશ્વના 75 દેશો ડિફેન્સ એક્સપોમાં ભાગ લેશે. તો 1300થી વધારે પ્રદર્શનકર્તાઓ પણ જોડાવવાના છે.

 31 વિદેશી સંરક્ષણ પ્રધાનોની ડિફેન્સ એક્સપોમાં હાજરી

ગુજરાતની ધરતી પર એકસાથે 31 વિદેશી સંરક્ષણ પ્રધાનો પણ ડિફેન્સ એક્સપોમાં હાજરી આપવા પહોંચશે. જે દરમિયાન હિંદ મહાસાગર ક્ષેત્રના સંરક્ષણ પ્રધાનોનું સંમેલન યોજાશે. તો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડ્રોન શો અને લાઈવ ડેમો પણ યોજાશે. જ્યારે પોરબંદર ખાતે જનતા નૌ-સેના પ્રદર્શન અને જહાજની મુલાકાત લઈ શકે છે.આ આયોજન અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે (Rajnath Singh) કહ્યું કે ડિફેન્સ એક્સપોથી દેશના મધ્યમ અને નાના ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપને પણ મોટો ફાયદો મળશે. દેશમાં રોજગારીની નવી તકો ઉભી થશે, તો વિશ્વમાં હથિયારોના સપ્લાય ક્ષેત્રે ભારત એક મહત્વનું સ્થાન બની જશે.

Published on: Oct 18, 2022 09:21 AM