Devbhumi Dwarka : ખંભાળિયામાં આયુર્વેદિક સીરપમાંથી આલ્કોહોલ મળવાના કેસમાં મોટો ખુલાસો, ચાંગોદરની ફેક્ટરીમાં બનતી હતી સીરપ, જુઓ Video

|

Aug 06, 2023 | 1:01 PM

ખંભાળિયા શહેરમાંથી આયુર્વેદિક સીરપની બોટલોમાં આલ્કોહોલ મળવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ સીરપ અમદાવાદ નજીક ચાંગોદરની એક ફેક્ટરીમાં બનતી હોવાનું સામે આવ્યું છે.

Devbhumi Dwarka : ખંભાળિયા શહેરમાંથી આયુર્વેદિક સીરપની (Ayurvedic syrup) બોટલોમાં આલ્કોહોલ મળવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ સીરપ અમદાવાદ નજીક ચાંગોદરની એક ફેક્ટરીમાં બનતી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, અમદાવાદના એક શખ્સે ચાંગોદરમાં ફેક્ટરી ખોલીને આ ફેક્ટરીમાં આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક દવા બનાવતો હતો અને આ નશીલી દવા રાજ્યના અલગ-અલગ જિલ્લામાં મોકલતો હતો.

આ પણ વાંચો ગીર સોમનાથના ગીરગઢડા ખાતે 74મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, દેવભૂમિદ્વારકાની LCBએ ખંભાળિયાના જોધપુર ગેટ વિસ્તારમાં આવેલી એક ટ્રકમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાંથી કાલ મેઘસવા નામની સીરપની 4 હજાર બોટલ મળી આવી હતી. આ સીરપની તપાસ કરતા ધ્યાને આવ્યું કે આતો સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત સીરપ છે. ત્યારબાદ પોલીસે 6 લાખની સીરપ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સીરપ કબજે કર્યા બાદ વધુ તપાસ કરી તો ચોંકવનારા ખુલાસા થયા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ખોટા દસ્તાવેજ ઉભા કરીને ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી અને સીરપ બનાવવાની મંજૂરી લેવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ બાદ દેવભૂમિદ્વારકાના ભાણવડ તાલુકાના વતની અને હાલ અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા ભરત નકુમ નામના યુવકની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો હતો.

રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં પોલીસે આરોપી પાસેથી કેટલીક માહિતી મેળવી હતી. ફેક્ટરી પરથી વધુ 12 લાખનો મુદ્દામાલ સાથે 840 લીટર આલ્કોહોલ મળી આવ્યો છે. આરોપીઓએ આપેલી માહિતી મુજબ, આલ્કોહોલ, સિટ્રિક એસિડ, સ્વીટનર, ફ્લેવર એટલે કે, ફ્રુટ બિયરને પાણીમાં ભેળવીને આ આયુર્વેદિક દવા તૈયાર કરવામાં આવતી હતી. ત્યારબાદ મશીન મારફતે બોટલને સીલ બંધ કરવામાં આવતી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ સહિતના અનેક વિસ્તારમાં ગેરકાયદે બિલ બનાવી ખોટા GST નંબર નાખીને બજારમાં વેચી દેવામાં આવતી હતી. હાલ આ મામલે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video