Breaking News: દાદરા નગર હવેલીમાં ભયાનક વિસ્ફોટ… નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત, જુઓ Video

| Edited By: | Updated on: Apr 04, 2026 | 1:39 PM

દાદરા નગર હવેલીમાં ગોડાઉનમાં બ્લાસ્ટ ભયાનક વિસ્ફોટ થયો હતો, જેના લીધે 4 ના મોત થયા અને 2 લોકોની સ્થિતિ અત્યંત ગંભીર છે. આ ધડાકો એટલો જોરદાર હતો કે, ગોડાઉનની છત અને દીવાલો તૂટી પડી હતી.

દાદરા નગર હવેલીના દેમની સ્કૂલ ફળીયા વિસ્તારમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા એક નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં અચાનક ભીષણ વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ હતી.

આ પ્રચંડ ધડાકો એટલો શક્તિશાળી હતો કે, ગોડાઉનની છત તેમજ દીવાલો પત્તાની જેમ તૂટી પડી હતી અને તેનો કાટમાળ દૂર-દૂર સુધી ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં કમનસીબે 4 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે બીજા 2 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટનાની જાણ થતા જ પ્રશાસન તેમજ ફાયર બ્રિગેડની ટીમો કાફલા સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કાર્ય હાથ ધર્યું હતું. હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને બ્લાસ્ટ પાછળના ચોક્કસ કારણો જાણવા તપાસ તેજ કરવામાં આવી છે.

Breaking News : અમદાવાદમાં વાનરોને કોઈ ખાવા આપતુ પકડાયુ તો થશે જેલ, વન વિભાગે કરી જાહેરાત

 

Follow Us