Porbandar : ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ફરી વાર વિવાદમાં, 2 કેદી 3 કલાક સુધી રઝળતા રહ્યા હોવાનો આક્ષેપ, જુઓ Video

Porbandar : ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ફરી વાર વિવાદમાં, 2 કેદી 3 કલાક સુધી રઝળતા રહ્યા હોવાનો આક્ષેપ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 06, 2025 | 2:46 PM

પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ફરીવાર વિવાદમાં આવી છે. સરકારી હોસ્પિટલમાં ત્રણ કલાક સુધી 2 કેદી રઝળતા રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાતે 11 વાગ્યે બંન્ને કેદીને સારવાર માટે લવાતા તબીબ જ હાજર ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ફરીવાર વિવાદમાં આવી છે. સરકારી હોસ્પિટલમાં ત્રણ કલાક સુધી 2 કેદી રઝળતા રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાતે 11 વાગ્યે બંન્ને કેદીને સારવાર માટે લવાતા તબીબ જ હાજર ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. નાઈટ ડ્યુટીના તબીબ હોસ્પિટલને બદલે બજારમાં નીકળી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર મીડિયામાં કર્મચારીઓને જોઈ કેદીઓને તાત્કાલિક સારવાર અપાઈ છે.

જેલમાં ફરજ પરના તબીબે પણ બંન્ને કેદીઓને સમયસર હોસ્પિટલમાં રિફર ન કરાયાનો આક્ષેપ કરવામાં આવે છે. ખાસ જેલમાં બે કાચા કામના આરોપીની તબિયત લથડતા હોસ્પિટલ લવાયા હતા. બંન્ને કેદી ફરાર થઈ જતા અથવા તબિયત વધુ લથડી જતી તો જવાબદાર કોણ ? જેવા અનેક સવાલો ઉભા થયા છે.

બન્ને કેદીને નશો કરવાની ટેવ હોવાથી તબિયત લથડી હતી. જેથી રાતે 11 વાગ્યે બન્ને કેદીને સારવાર માટે હોસ્પિટલ લવાયા હતા. પરંતુ નાઈટ ડ્યુટી તબીબ હાજર ન હોવાને કારણે કેદીઓ રઝળતા રહ્યાં હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. હવે મોટો સવાલ એ છે કે જો કોઈ કેદીની વધુ તબિયત લથડી હોત અથવા કોઈ ફરાર થઈ ગયું હોત તો જવાબદારી કોણ હોતું તે સૌથી મોટો સવાલ છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો