ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ, ઠેર-ઠેર ભરાયા પાણી

| Edited By: | Updated on: Jul 12, 2026 | 8:30 PM

ભાવનગર મહાનગરપાલિકાએ 80 લાખથી અંદાજિત 1 કરોડના ખર્ચે પ્રિમોન્સુન કામગીરી કરી હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ વરસાદની શરૂઆતમાં જ કામગીરીનું પડીકુ વળી ગયુ છે અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ત્યારે વિપક્ષે પણ સવાલ ઉઠાવી ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે.

ભાવનગરમાં ફરી એકવાર પ્રિમોન્સુન કામગીરીના નામે મસમોટા દાવા કરતી મહાનગરપાલિકા સામે સવાલ ઉઠી રહ્યા છે. શહેરના ચિત્રા રોડ, કાળિયાબીડ વિસ્તાર, રેલવે સ્ટેશન, કુંભારવાડા અને વાઘાવાડી રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દર વર્ષે 80 લાખથી એક કરોડ રૂપિયાની પ્રિમોન્સુન કામગીરી છતા શહેરમાં પાણી ભરાતા હવે વિપક્ષે પણ કામગીરીની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા છે અને કામગીરીના નામે નર્યો ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ કર્યા છે.

આ તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બચાવ કરતા કહ્યુ કે એકસામટા પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જો કે થોડા કલાકોમાં ઓસરી પણ ગયા હતા. જો કે અહીં સવાલ એ છે કે તો પ્રિમોન્સુન કામગીરી ક્યાં દેખાઈ. થોડા વરસાદમાં જ જો પાણી ભરાઈ જતા હોય, ઠેર ઠેર ખાડા પડતા હોય, રસ્તા તૂટી જતા હોય તો કામની ગુણવત્તા સામે સવાલ તો ઉઠવા રહ્યા.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

વિનાશક પૂર વચ્ચે મહેંકી માનવતા, વૃદ્ધ દુકાનદારની મદદે આવ્યુ તંત્ર, કોર્પોરેટરે લંબાવ્યો મદદનો હાથ

Published on: Jul 12, 2026 08:29 PM
Follow Us