AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: માહી ડેરીનું દૂધ પીતા હો તો ચેતી જજો! રિપોર્ટમાં દૂધના નમૂના ફેલ- Video

Bhavnagar: માહી ડેરીનું દૂધ પીતા હો તો ચેતી જજો! રિપોર્ટમાં દૂધના નમૂના ફેલ- Video

Ajit Gadhavi
| Edited By: | Updated on: Oct 10, 2023 | 5:31 PM
Share

Bhavnagar: માહી ડેરીમાંથી લેવાયેલા દૂધના નમૂના ફેલ ગયા છે. ડેરીના દૂધમાંથી વધુ માત્રામાં આલ્ફા ટોક્સીન મળી આવ્યુ છે. કેન્દ્રની લેબના રિપોર્ટમાં આ નમૂના ફેલ આવ્યા છે. હાલ રિપોર્ટ બાદ માહી ડેરી સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 2022માં માહી ડેરીના બલ્બ મિલ્ક ચીલીંગ સેન્ટરમાંથી નમૂના લેવાયા હતા.

Bhavnagar: જો તમે માહી ડેરીનું દૂધ પીતા હો તો ચેતી જજો કારણ કે ભાવનગરની માહી ડેરીનું દૂધ પીવાલાયક નથી. કેન્દ્રની સરકારી લેબમાં તપાસ દરમિયાન માહી ડેરીના દૂધના નમૂના ફેલ થયા છે. કેન્દ્રની લેબના રિપોર્ટમાં દૂધમાંથી વધુ માત્રામાં આલ્ફા ટોક્સીનનું પ્રમાણ મળ્યું છે. આલ્ફા ટોક્સીનની વધુ માત્રા આરોગ્ય માટે ગંભીર ગણાય છે. આરોગ્ય માટે લાલબત્તી સમાન કહી શકાય તેવી ગંભીર બેદરકારી માહી ડેરીની બહાર આવી છે. જેને લઈ માહી ડેરી સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Bhavnagar: કેનાલોમાં વારંવાર પડતા ગાબડાને લઈને અમિત ચાવડાનો પ્રહાર, હપ્તાખોરી અને ભ્રષ્ટાચારને કારણે પડે છે ગાબડા-Video

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં માહી ડેરીની બલ્બ મિલ્ક ચીલીંગ સેન્ટરમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યાં હતા. જેની સૌ પ્રથમ રાજ્ય સરકારની લેબમાં તપાસ કરવામાં આવી હતી રાજ્ય સરકારની લેબના રિપોર્ટમાં પણ દૂધના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. જેથી માહી ડેરીએ રાજ્ય સરકારે રિપોર્ટને પડકાર આપ્યો હતો અને કેન્દ્રની સરકારી લેબમાં દૂધના નમૂના મોકલ્યાં હતા. જે પણ ફેલ થયા છે. મહત્વનું છે કે માહી ડેરીમાંથી સમગ્ર ભાવનગરમાં દૂધની સપ્લાય કરવામાં આવે છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">