Bhavnagar : આખલાએ વૃદ્ધ વ્યક્તિનો લીધો જીવ, વાયરલ વીડિયો જોઇને રુંવાડા ઉભા થઇ જશે

|

Dec 27, 2021 | 4:15 PM

તો આ ઘટના બાદ રાજકારણ પણ ગરમાયું છે. સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ આ મામલે શાસકપક્ષને આડે હાથ લીધા. અને આક્ષેપ કર્યો છે કે, દર વર્ષે કોર્પોરેશન રખડતા ઢોરના નામે લાખો-કરોડો રૂપિયાનું આંધણ કરે છે. આ મામલે કોંગ્રેસે અનેકવાર રજૂઆત પણ કરી છે.

ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લઇ લીધો. 5 ડિસેમ્બરે સરદારનગર નજીક આખલાએ વૃદ્ધને અડફેટે લીધા હતા. તે દરમિયાન ઇજા પહોંચતા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, આખરે ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા. મહત્વનું છે કે, 5 ડિસેમ્બરના રોજ બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જેમાં સામે આવ્યું હતુ કે, ફરસાણના વેપારી એવા નિર્મલભાઇ પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન એક ઢોરે તેમને અડફેટે લઇ લીધા હતા. અને તેમને ફેંગોળી પણ દીધા હતા. તે સમયે ભારે પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું. મોત બાદ તંત્રની પણ પ્રતિક્રિયા આવી.. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કર્યો કે, તેઓ રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા સતત કાર્યરત છે.

તો આ ઘટના બાદ રાજકારણ પણ ગરમાયું છે. સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ આ મામલે શાસકપક્ષને આડે હાથ લીધા. અને આક્ષેપ કર્યો છે કે, દર વર્ષે કોર્પોરેશન રખડતા ઢોરના નામે લાખો-કરોડો રૂપિયાનું આંધણ કરે છે. આ મામલે કોંગ્રેસે અનેકવાર રજૂઆત પણ કરી છે. છતાં આ સમસ્યાનો અંત લાવવામાં કોર્પોરેશન નિષ્ફળ ગયું છે.

નોંધનીય છેકે રખડતા આખલા અને રખડતા ઢોરોની સમસ્યા હવે ગુજરાતમાં સામાન્ય બની ગઇ છે. પરંતુ, કેમ સરકાર કે તંત્ર આ અંગે ગંભીર પગલા નથી લઇ રહ્યું ? તે સવાલ દરેક ગુજરાતીના મનમાં સતાવી રહ્યો છે. જો આ સમસ્યાનો ત્વરીત ઉકેલ નહીં આવે તો આમને આમ નિર્દોષ વ્યક્તિઓના જીવ લેવાતા રહેશે.

 

આ પણ વાંચો : RAJKOT : ઑમિક્રૉનને લઇને રાહતના સમાચાર, પ્રથમ ઑમિક્રૉન સંક્રમિત યુવાનના બે રિપોર્ટ નેગેટિવ આવ્યા

 

Next Video