Bhavnagar : કોરોનાના વધતા કેસ વચ્ચે મહુવા અને પાલીતાણામાં બે નવા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયા

|

Jan 13, 2022 | 1:22 PM

ભાવનગર જિલ્લામાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા મહુવા અને પાલીતાણા ખાતે બે નવા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયા છે

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસ વધતાં ભાવનગર(Bhavnagar)જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર છે. જિલ્લા પંચાયતના હેલ્થ વિભાગે ગામડાઓમાં સ્થિતિ કાબૂમાં રહે તે માટે પ્રયત્નો શરૂ કર્યા છે. ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા મહુવા અને પાલીતાણા ખાતે બે નવા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયા છે. આ સિવાય ગામડાઓમાં આવેલા દવાખાનાઓમાં પુરતા પ્રમાણમાં સ્ટ્રેચર, ઓકસિજન બોટલ, નવા બાયપેપ મશીનો અને દવાઓનો પણ સ્ટોક કરી દેવાયો છે.આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં કોરોના કેસ વધી રહ્યા છે તેવામાં ભાવનગરનું મનપા તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે.. ભાવનગર શહેરમાં તમામ વોર્ડમાં ધનવંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે. સંજીવની રથ પણ શરૂ કરવામાં આવશે જે ઘરે રહેલા તમામ દર્દીઓને તપાસશે સાથે જ આયુર્વેદિક તથા હોમીયોપેથી ઉપચારની પણ મદદ લેવામાં આવી રહી છે.

કોર્પોરેશન દ્વારા ધનવંતરી રથ દ્વારા આયુર્વેદિક ઉકાળા વહેંચવાનું પણ કામગીરી કરવામાં આવશે સાથે જ મહાનગર પાલિકાના કમિશનર દ્વારા લોકોને ત્રીજી લહેરથી સાવધાન રહેવા સૂચન કર્યું છે.ભાવનગરવાસીઓ માટે મહા નગરપાલિકા દ્વારા લોકોને ઘર આંગણે RTPCR ટેસ્ટ કરાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

જે અંતર્ગત મહા નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ ઓન કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જે કોઈપણ વ્યક્તિ RTPCR ટેસ્ટ કરાવવા ઈચ્છતા હોય તેઓએ એક જ ફોન કરી મનપાનો સંપર્ક કરવાનો રહેશે. મનપાના આરોગ્ય વિભાગની ટીમ લોકોના ઘરે જઈ વિનામૂલ્યે RTPCR ટેસ્ટ કરી આપશે. કોરોનાનું વધતું સંક્રમણ અટકાવા મનપાની આ આરોગ્ય સેવા વૃદ્ધો અને બાળકો માટે લાભદાયી બની રહેશે.

આ પણ વાંચો : Ahmedabad માં કોરોનાનો રાફડો ફાટ્યો, 12 દિવસમાં એક્ટિવ કેસ નવ ગણા વધ્યા

આ પણ વાંચો : ઉત્તરાયણની સાંજે આકાશમાં પતંગની સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પણ જોઈ શકાશે. જાણો કઇ જગ્યાએ કેટલા વાગ્યે જોવા મળશે.

 

Next Video