Bhavnagar : ડમીકાંડમાં પકડાયેલા આરોપીની પુછપરછમાં થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, જુઓ Video

|

Apr 19, 2023 | 8:42 AM

ડમીકાંડની તપાસ કરી રહેલી SITની તપાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ પૂછપરછમાં ડમીકાંડના આરોપી મિલન બારૈયાએ અત્યાર સુધી અનેકવાર ડમી તરીકે પરીક્ષા આપ્યાની કબૂલાત કરી છે.

રાજ્યભરમાં ફેલાયેલા ડમીકાંડનું દંગલ હવે ધીમે ધીમે એક પૂર્વઆયોજીત ષડયંત્રનો ભાગ હોવા તરફ ઇશારો કરી રહ્યું છે. આ પ્રકરણમાં હાથ ધરાયેલ પોલીસ તપાસમાં એક પછી એક સામે આવી રહેલા ખુલાસા ઇશારો કરી રહ્યા છે કે, આ એક સુઆયોજીત રીતે વર્ષોથી ડમીના નામે પરીક્ષા પાસ કરીને નોકરી મેળવવાનો ગોરખધંધો ચાલી રહ્યો હતો.

આ પણ વાંચો : ડમીકાંડમાં યુવરાજના દાવાને GPSSBના પ્રમુખ હસમુખ પટેલે ફગાવ્યા, કહ્યુ- યુવરાજસિંહે 70 થી 80 નામો નથી આપ્યા

મિલન બારૈયાએ અત્યાર સુધી અનેકવાર ડમી તરીકે પરીક્ષા આપી

ડમીકાંડની તપાસ કરી રહેલી SITની તપાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ પૂછપરછમાં ડમીકાંડના આરોપી મિલન બારૈયાએ અત્યાર સુધી અનેકવાર ડમી તરીકે પરીક્ષા આપ્યાની કબૂલાત કરી છે. માત્ર ભાવનગર જ નહીં મિલને અમરેલી જિલ્લાની સ્કૂલોમાં ડમી તરીકેની ભૂમિકા ભજવી ચૂક્યો છે. સૂત્રોની માનીએ તો મિલન પ્રત્યેક પ્રશ્નપત્ર દીઠ રૂપિયા 25 હજાર લઇને ડમીનો રોલ અદા કરતો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video