ભાવનગરમાં RTE હેઠળ પ્રવેશ આપનારી ખાનગી શાળાઓને સરકાર દ્વારા પેમેન્ટ ન મળતા મુશ્કેલીમાં, વહેલુ ચુકવણુ કરવા રજૂઆત – Video

ભાવનગરમાં RTE હેઠળ પ્રવેશ આપનારી ખાનગી શાળાઓને સરકાર દ્વારા પેમેન્ટ ન મળતા મુશ્કેલીમાં, વહેલુ ચુકવણુ કરવા રજૂઆત – Video

| Edited By: | Updated on: Oct 09, 2026 | 6:38 PM

ભાવનગર જિલ્લામાં RTE હેઠળ પ્રવેશ આપનારી ખાનગી શાળાઓને હજુ સુધી પ્રથમ સત્રની ફી સરકાર તરફથી મળી નથી. જેના કારણે ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મંડળના જણાવ્યા અનુસાર RTE અધિનિયમ હેઠળ સરકાર દ્વારા ધોરણ 1 થી 8માં ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં […]

ભાવનગર જિલ્લામાં RTE હેઠળ પ્રવેશ આપનારી ખાનગી શાળાઓને હજુ સુધી પ્રથમ સત્રની ફી સરકાર તરફથી મળી નથી. જેના કારણે ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મંડળના જણાવ્યા અનુસાર RTE અધિનિયમ હેઠળ સરકાર દ્વારા ધોરણ 1 થી 8માં ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે પરંતુ આ વિદ્યાર્થીઓની FRC મુજબ મંજૂર થયેલી ફી અથવા રિએમ્બર્સમેન્ટ (વળતર) વર્ષમાં 2 હપ્તામાં ચુકવવાનું હોય છે, જો કે શાળાઓને પ્રથમ સત્રની ફી કે વળતર પણ હજુ ચુકવાયુ વથી.

આ અંગે સ્વનિર્ભર શાળા મંડળના મનહર રાઠોડે જણાવ્યુ કે FRC મુજબ મંજૂર થયેલી ફી કરતા RTE હેઠળ ઘણુ ઓછુ પેમેન્ટ મળી રહ્યુ છે. આથી શાળાઓ આર્થિક ખોટ ભોગવીને પણ RTE હેઠળ આવતા બાળકોને ભણાવી રહી છે.

જો કે જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા એ જણાવ્યુ કે શાળાઓને રિએમ્બર્સમેન્ટ માટેની જે રકમની ચુકવણી કરવાની છે તે પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે અને આગામી 2 થી ત્રણ દિવસમાં પ્રથમ સત્ર માટેની ચુકવણી કરી દેવામાં આવશે.

હાલ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોવાથી શાળા સંચાલકો પર શિક્ષકો અને અન્ય કર્મચારીઓને પગાર ચુકવવાની સાથેસાથે તહેવારોનો એક એડવાન્સ પગાર પણ ચુકવવાની આર્થિક જવાબદારી છે. ત્યારે જો સ્વનિર્ભર ખાનગી શાળાઓને સરકાર તરફથી નિયમિત ગ્રાન્ટ ન મળે તો માત્ર તેમણે વિદ્યાર્થીઓની ફી પર જ આધાર રાખવો પડે છે.

આજ કારણોસર મંડળની રજૂઆત છે કે 20 ઓક્ટોબર સુધીમાં RTEની આ રકમ મળી જાય તો તેઓ શાળાનું આર્થિક આયોજન સુચારુ ઢબે કરી શકશે. પગાર નિયમિત મળવાથી શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ પણ દિવાળીના તહેવારની સારી રીતે ઉજવણી કરી શકશે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

Breaking News: શક્તિપીઠ અંબાજીના સુપ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને મળ્યો GI ટેગ, શુદ્ધતા અને ગુણવત્તા જાળવવામાં મળશે મદદ

Published on: Oct 09, 2026 06:34 PM
Follow Us
Loading...
Unable to load recommendations.