ભાવનગર (Bhavnagar) શહેરમાં બોગસ બિલિંગનું ષડયંત્ર ચલાવનારા લોકોએ સીજીએસટીની (CGST) ટીમ પર હુમલો કર્યો હતો. જીએસટીના અધિકારીઓને માર મારવાની ઘટનામાં તંત્રએ પગલાં લેતા સીટની રચના કરી છે આ ઘટનામાં CGSTના અધિકારીઓએ કુલ 8 આરોપીની સામે ફરિયાદ નોંધાવી છે. સીજીએસટીના અધિકારીઓએ તેમને મળેલી બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના થાણેમાં રજીસ્ટર કરાવવામાં આવેલા GST નંબરથી બોગસ બિલ ભાવનગરના નવાપરામાં આવેલા મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.321માંથી બનાવવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે બુધવારે સમી સાંજે આઇ.પી. એડ્રેસના આધારે જે સરનામું મળ્યું હતું ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.
SITની ટીમમાં ASP સફીન હસનનો સમાવેશ થાય છે તે ઉપરાંત LCB PI તેમજ નિલમબાગ પોલીસ મથકના PIનો SITમાં સમાવેશ
કરવામાં આવ્યો છે અને CGSTના અધિકારીઓએ કુલ 8 આરોપીની સામે ફરિયાદ નોંધાવી છે.
સીજીએસટીના અધિકારીઓએ તેમને મળેલી બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના થાણેમાં રજીસ્ટર કરાવવામાં આવેલા GST નંબરથી બોગસ બિલ ભાવનગરના નવાપરામાં આવેલા મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.321માંથી બનાવવામાં આવી રહ્યા છે. આ બાતમી ના આધારે બુધવારે સમી સાંજે આઇ.પી.એડ્રેસના આધારે જે સરનામું મળ્યું હતું ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. બુધવારે પાડેલા દરોડામાં આરોપીઓ CGST ના અધિકારીઓ ઉપર હુમલો કરીને ઘટનાસ્થળેથી કમ્પ્યુટર, પ્રિન્ટર અને સીસીટીવી કેમેરાનું રેકોર્ડર લઇને નાસી છૂટ્યા હતા.
ત્યારબાદ ગુરૂવારે મોડી સાંજે પોલીસ કાફલો અને અન્ય સીજીએસટીના અધિકારીઓ નવાપરામાં મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 321 ખાતે મારવામાં આવેલા સીલ ખોલ્યા હતા અને અધિકારીઓને તેમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ ઘટનામાં અધિકારીઓ પર હુમલો થયા બાદ શહેરના ASP દ્વારા સૂચના આપવામાં આવી હતી કે ફ્લેટના અન્ય રહીશોના નિવેદન લઇને આ લોકો અંગે પૂરતી માહિતી એકત્ર કરવામાં આવે.