ભાવનગર બાદ સોનગઢમાં મેઘરાજાની એન્ટ્રી, મહુવામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી
ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા શિહોરના સોનગઢ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાંબા સમયથી ચોમાસાની રાહ જોતા ખેડૂતો અને ગરમીથી પરેશાન લોકોને આંશિક રાહત મળી છે.
ભાવનગર જિલ્લામાં ચોમાસાએ ફરી ગતિ પકડી હોય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. શહેર બાદ શિહોરના સોનગઢમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બીજી તરફ મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગુંદરણા ગામમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા, ત્યારે વરસાદના આગમનથી લોકોને આંશિક રાહત મળી છે. ચોમાસું ખેંચાતા ચિંતિત બનેલા ખેડૂતોમાં પણ વરસાદથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાનમાં આવેલા આ બદલાવથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.
Sabarkantha Breaking News : હિંમતનગર અને ઈડર બાદ હવે વડાલીમાં વરસાદ, સાબરકાંઠામાં ઠંડક પ્રસરી, જુઓ Video
Follow Us