ભાવનગરમાં જર્જરીત આવાસો સામે મનપા આકરા પાણીએ, નોટિસ આપવા છતા ખાલી ન કરાતા કાપ્યા નળ કનેક્શન -Video

|

Jul 08, 2024 | 1:55 PM

ભાવનગરમાં જર્જરીત આવાસો સામે હવે મહાનગરપાલિકાએ કડક હાથે કામ લેવાની કામગીરી શરૂ કરી છે. નોટિસ આપ્યા છતા જર્જરીત આવાસના માલિકોએ મકાનો ખાલી ન કરતા મનપા દ્વારા નળકનેક્શન, ગટર, વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી છે.

ભાવનગર મહાનગરપાલિકાએ શહેરની જર્જરિત મિલકતો સંદર્ભે કડક કાર્યવાહી હાથ ધરી છે. વારંવાર નોટિસો આપવા છતાં રહીશો દ્વારા જર્જરીત મિલકતોને ખાલી નહી કરાતા કે પછી રીપેરીંગ પણ નહીં કરાવતા અંતે કોર્પોરેશન દ્વારા તેવી મિલકતોના નળ, ગટર અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. ભરતનગર અને મારુતિ નગર ત્રણ માળિયાના 84 મકાનોના ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. તેમજ હાઉસિંગ બોર્ડના 660 મકાન સંદર્ભે નોટીસ અપાઈ છે. પ્રશાસનનું કહેવું છે કે કોઈના જીવને જોખમ ના થાય એટલે આ કાર્ય કરાયું છે.

જોકે ચોક્કસપણે મહાનગરપાલિકા દ્વારા જર્જરીત મકાનોમાં ચોમાસા દરમિયાન કોઈ જાનહાની ન થાય ધરાશાહી ન થાય તે માટે કડક કાર્યવાહી કરવી જરૂરી છે પરંતુ ગરીબ માણસો કે જે મકાન રીપેર પણ નથી કરાવી શકે તેમ તેઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવો વિપક્ષ દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે.

આ તરફ સ્થાનિકોનું કહેવું છે કે તેઓ ઓછી આવક ઘરાવતા લોકો છે. આ સ્થિતિમાં સરકાર સહયોગની જગ્યાએ પરેશાની વધારી રહી છે. તેઓ જાય તો જ્યાં ક્યાં

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video