ભાવનગર: મહુવાના કમર તોડ રસ્તાથી વાહનચાલકો પરેશાન, ઉમણિયાવદર ગામથી 10 ગામને જોડતો રસ્તો બિસ્માર- વીડિયો

|

Nov 24, 2023 | 8:42 PM

ભાવનગર: ભાવનગરના મહુવામાં તંત્રની બેદરકારીને કારણે છેલ્લા ઘણા સમયથી લોકો બિસ્માર રસ્તા પરથી પસાર થવા મજબુર બન્યા છે. ઉમણિયાવદર ગામેથી પસાર થતા વાહનચાલકોને ન ઉબડખાબડ રોડ પરથી પસાર થવુ પડે છે. 10 ગામોને આ જોડતો રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોવા છતા રોડનું સમારકામ કરવામાં આવતુ નથી.

જો તમને કોઈ દરરોજ કમર તોડી નાખે તેવા રસ્તા પરથી પસાર થવાનું કહે,, તો તમે તરત જ ના પાડી દેશો. પરંતુ ભાવનગરના મહુવામાં લોકો આવા રસ્તા પરથી પસાર થવા મજબૂર છે. ઉમણીયાવદર ગામેથી પસાર થતા રસ્તા પરથી વાહનચાલકનોને ન છૂટકે પસાર થવું પડે છે. કેમકે ઉમણીયાવદર ગામથી 10 ગામોને જોડતો આ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે અને આ હાલત કોઈ એક બે વર્ષથી નહીં, પરંતુ છેલ્લા 5 વર્ષથી આવી જ છે.

આ પણ વાંચો:  અમરેલી: રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીએ ક્યાં કર્યો રૂપિયાનો વરસાદ – જુઓ વીડિયો

લોકોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી આ રોડનું સમારકામ નથી કરાયું કે નથી નવો બનાવાયો. અંદાજે 20 કિમી જેટલો રોડ જર્જરીત હાલતમાં છે. જેથી વાહન ચાલકો રોડ પરથી મહામુસીબતે પસાર થઈ રહ્યા છે. આ રોડ પરથી પસાર થવું લોકોને માથાના દુ:ખાવા સમાન છે. ત્યારે રસ્તાનું જલદી સમારકામ થાય તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

Input Credit- Sanjay Vala- Mahuva, Bhavnagar

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video