Bhavnagar: લવ જેહાદ કાયદા અંતર્ગત હૈદરાબાદથી આરોપીની ધરપકડ, યુવતીને ભગાડી જઇ ધર્મપરિવર્તન કરાવ્યુ હતુ

| Edited By: | Updated on: Jan 11, 2022 | 10:24 PM

ડેપ્યુટી મેયર કુમાર શાહની ફરિયાદના આધારે ધારાસભ્ય વિભાવરીબેન દવેએ આ અંગે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે તાત્કાલિક એક્શન લઇને આરોપીને ઝડપી લીધો છે.

ભાવનગર (Bhavnagar) શહેરમાં લવ જેહાદ (Love Jihad)ની વધુ એક ઘટના સામે આવી છે. યુવતીને ભગાડી વડોદરા (Vadodara) લઈ ગયા બાદ ધર્મપરિવર્તન કરાવાયું હોવાની માહિતી છે. જો કે પોલીસે યુવતીને ભગાડી જનાર શખ્સને હૈદરાબાદથી ઝડપી લીધો છે.

આરોપીને હૈદરાબાદથી ઝડપી લેવાયો

લવ જેહાદ અંગે કાયદો બન્યા બાદ એક પછી એક લવ જેહાદના ગુના નોંધાઇ રહ્યા છે. ભાવનગરમાં પણ લવ જેહાદનો આવો કિસ્સો સામે આવ્યો છે. એક શખ્સ યુવતીને ભગાડીને વડોદરા લઈ ગયો હતો અને ત્યારબાદ ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું.એટલું જ નહીં ધર્મપરિવર્તન બાદ યુવતીને હૈદરાબાદ લઈ જવાની હતી.પરંતુ તે પહેલા જ પોલીસે યુવતીને ભગાડી જનાર શખ્સને હૈદરાબાદથી ઝડપી પાડ્યો છે.

ડેપ્યુટી મેયર કુમાર શાહની ફરિયાદના આધારે ધારાસભ્ય વિભાવરીબેન દવેએ આ અંગે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે તાત્કાલિક એક્શન લઇને આરોપીને ઝડપી લીધો છે.

શું કહ્યું હતું ગૃહ પ્રધાને?

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તે સમયે તેમણે લવ જેહાદ (Love Jihad)ની ઘટનાઓને લઈને મોટુ નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યુ હતુ કે પ્રેમ કરવો ગુનો નથી પણ વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી નામ બદલાવીને ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. ઓળખ છુપાવી, ખોટા કાગળો બનાવી યુવતીને ભોળવી લે તે નહીં ચલાવાય. પરંતુ, આ પ્રકારની બાબત ગુજરાત પોલીસ જરા પણ ચલાવી નહીં લે.

આ પણ વાંચોઃ

Mandi: અમરેલીની બાબરા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 10225 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચોઃ

રાજ્યના નવ સનદી અધિકારીઓની બઢતી અને બદલી, જાણો કોને ક્યા નિયુક્ત કરાયા?