ભાવનગરના કુંભારવાડા બે જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી, લાકડીઓ લઈને એકબીજા પર તૂટી પડ્યા- જુઓ Video

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં બે જૂથો વચ્ચેની બોલાચાલી અંતે મારામારીમાં પરિણમી હતી. બંને જૂથો એકબીજા પર લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા અને આડેધડ લાકડીઓના ઘા વીંઝી રહ્યા હતા. જેમા એક મહિલાને માથામાં લાકડી વાગતા ગંભીર ઈજા પહોંચી છે.

| Edited By: | Updated on: Aug 07, 2025 | 6:47 PM

ભાવનગર કુંભારવાડામાં જાહેર માર્ગ પરથી જે દૃશ્યો સામે આવ્યા છે તે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવનારા છે. મોતી તળાવ વિસ્તારમં રિક્ષા સ્ટેન્ડ બાબતે બે જૂથ આમને-સામને આવી ગયા. પહેલા તેમની વચ્ચે બોલાચાલી થઈ અને જોતજોતામાં બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. બંને જૂથો એકબીજા પર લાકડી વડે તૂટી પડ્યા હતા. એક મહિલા સહિત 7થી8 લોકો ધોકા સાથે છુટા હાથન મારામારી કરી રહ્યા હતા. જાહેર માર્ગ થઈ રહેલી આ લોહિયાળ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ભાવનગરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠી રહ્યા છે. મારામારીના આ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો લાકડીઓ લઈને એકબીજાને આડેધડ મારી મારી રહ્યા છે. જેમા એક મહિલાને માથાના ભાગે લાકડીનો મોટો ઘા વાગી જતા ગંભીર ઈજા પહોંચી છે.

ભાવનગરમાં દિવસે દિવસે અસામાજિક તત્વોની ગુંડાગીરી ચરમસીમા પર પહોંચી રહી છે. આ માત્ર એક ઘટના છે. પરંતુ શહેરમાં અવારનવાર ચોરી, લૂટફાટ, અપહરણ, હત્યા જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ અગાઉ સિંહોરમાં પણ મહિલા માર્કેટમાંથી જઈ રહી હતી ત્યારે તેને ગળામાં પહેરેલી સોનાની ચેઈન લૂંટી લેવામાં આવી હતી. એ ઉપરાંત એક હત્યાની ઘટના સામે આવી છે અને આ હવે આ મારામારીની ઘટના સામે આવી છે. જેને જોત કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનું ચિત્ર ઉપસી રહ્યુ છે. હાલ લોકોની પણ માગ છે કે તાત્કાલિક શહેરમા  કાયદો વ્યવસ્થા કડક થવી જરૂરી છે.

“ટેરિફના બહાને ટ્રમ્પ સિઝફાયરની ક્રેડિટ ન મળવાનુ ખુન્નસ બતાવી રહ્યા છે”– ભારતના સમર્થનમાં આવ્યા માઈકલ કુગલમેન