ભાવનગરમાં H3N2 ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં H3N2 વાયરસે માથુ ઉંચકતા તંત્રની ચિંતા વધી છે. છેલ્લા એક મહિનામાં જ આ શહેરમાં ચાર કેસ સામે આવ્યા છે. જેમાંથી ત્રણ દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે, જ્યારે એક 22 વર્ષીય યુવતીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.
તો આ તરફ શહેરમાં એક અઠવાડિયામાં જ એક હજારથી વધુ શરદી-ઉધરસ અને તાવના કેસ સામે આવ્યા છે.જેથી આરોગ્ય વિભાગ એલર્ટ બન્યુ છે.તો સાથે જ તમામ આરોગ્ય કેન્દ્રને H3N2 વાયરસની કઈ રીતે ટ્રીટમેટ કરવી તેની પણ સુચના આપવામાં આવી છે.
H3N2 આ વાયરસના કારણે રાજ્યમાં વાયરલ ઈન્ફેક્શનના કેસ પણ વધી રહ્યા છે. આ વાયરસની દસ્તકને કારણે આરોગ્યની ચિંતા વધુ વધી છે. નિષ્ણાતોનુ માનીએ તો આ ફ્લૂ એક ચેપી શ્વસન વાયરસ છે જે નાક, ગળા, ઉપલા શ્વસન માર્ગ અને કેટલાક કિસ્સાઓમાં ફેફસાંને પણ અસર કરે છે.
જાણો આ ફ્લૂના લક્ષણો શું છે
H3N2 ફ્લૂના લક્ષણો વિશે વાત કરીએ તો તેમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, ઉલ્ટી અને ઝાડા સામેલ છે. ડોકટરોના મતે આ ફ્લૂ સામાન્ય રીતે 5 થી 7 દિવસ સુધી રહે છે. ચિંતાજનક વાત એ છે કે ફ્લૂના ત્રીજા દિવસે તાવ ઉતરી જાય છે, પરંતુ તેમાંથી આવતી ઉધરસ 3 અઠવાડિયા સુધી રહી શકે છે.
Published On - 7:05 am, Thu, 16 March 23