Bhavnagar માં H3N2 વાયરસના કેસ વધતા આરોગ્ય તંત્ર એલર્ટ, જુઓ VIDEO

શહેરમાં એક અઠવાડિયામાં જ એક હજારથી વધુ શરદી-ઉધરસ અને તાવના કેસ સામે આવ્યા છે. જેથી આરોગ્ય વિભાગ એલર્ટ બન્યુ છે.તો સાથે જ તમામ આરોગ્ય કેન્દ્રને H3N2 વાયરસની કઈ રીતે ટ્રીટમેટ કરવી તેની પણ સુચના આપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 7:10 AM

ભાવનગરમાં H3N2 ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં H3N2 વાયરસે માથુ ઉંચકતા તંત્રની ચિંતા વધી છે. છેલ્લા એક મહિનામાં જ આ શહેરમાં ચાર કેસ સામે આવ્યા છે. જેમાંથી ત્રણ દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે, જ્યારે એક 22 વર્ષીય યુવતીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.

એક અઠવાડિયામાં  એક હજારથી વધુ શરદી-ઉધરસના કેસ !

તો આ તરફ શહેરમાં એક અઠવાડિયામાં જ એક હજારથી વધુ શરદી-ઉધરસ અને તાવના કેસ સામે આવ્યા છે.જેથી આરોગ્ય વિભાગ એલર્ટ બન્યુ છે.તો સાથે જ તમામ આરોગ્ય કેન્દ્રને H3N2 વાયરસની કઈ રીતે ટ્રીટમેટ કરવી તેની પણ સુચના આપવામાં આવી છે.

H3N2 આ વાયરસના કારણે રાજ્યમાં વાયરલ ઈન્ફેક્શનના કેસ પણ વધી રહ્યા છે. આ વાયરસની દસ્તકને કારણે આરોગ્યની ચિંતા વધુ વધી છે. નિષ્ણાતોનુ માનીએ તો આ ફ્લૂ એક ચેપી શ્વસન વાયરસ છે જે નાક, ગળા, ઉપલા શ્વસન માર્ગ અને કેટલાક કિસ્સાઓમાં ફેફસાંને પણ અસર કરે છે.

જાણો આ ફ્લૂના લક્ષણો શું છે

H3N2 ફ્લૂના લક્ષણો વિશે વાત કરીએ તો તેમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, ઉલ્ટી અને ઝાડા સામેલ છે. ડોકટરોના મતે આ ફ્લૂ સામાન્ય રીતે 5 થી 7 દિવસ સુધી રહે છે. ચિંતાજનક વાત એ છે કે ફ્લૂના ત્રીજા દિવસે તાવ ઉતરી જાય છે, પરંતુ તેમાંથી આવતી ઉધરસ 3 અઠવાડિયા સુધી રહી શકે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">