ભાવનગર જિલ્લાના ખેડૂતો અપૂરતી વીજળીથી પરેશાન, પૂરતી વીજળી આપવા માંગ
ભાવનગર જિલ્લાના ખેડૂતો અત્યારથી પૂરતી વીજ સમસ્યાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેમાં વીજળીની અછત ઉભી થવાની શક્યતાઓની હાલ ચર્ચાઓ ચાલી રહી છે.
દેશમાં કોલસાની અછત વચ્ચે ગુજરાતમાં(Gujarat) પણ વીજ કાપ(Power Cut)મૂકવાની ફરજ પડી છે. જેમાં સરકાર હસ્તકની મોટા ભાગની કંપનીઓએ વિસ્તાર મુજબ વીજ કાપની જાહેરાત કરી દીધી છે. જો કે આ વીજકાપના લીધે સૌથી વધારે સહન કરવાનો વારો જગતના તાત એવા ખેડૂતો ને(Farmers) આવ્યો છે.
જેમાં ભાવનગર(Bhavnagar)જિલ્લાના ખેડૂતો અત્યારથી પૂરતી વીજ સમસ્યાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેમાં વીજળીની અછત ઉભી થવાની શક્યતાઓની હાલ ચર્ચાઓ ચાલી રહી છે.ત્યારે ભાવનગર જિલ્લાના ખેડૂતોને સરકારના વાયદા પ્રમાણે વીજળી મળી રહી નથી અને દિવસે વીજળી આપવામાં આવશે તે પણ બન્યું નથી.
ભાવનગર જિલ્લાના ખેડૂતોને અનિયમિત વીજળીએ પરેશાન કરી મુક્યા છે.ખેડૂતોના કહેવા પ્રમાણે રાત્રે માત્ર ત્રણથી ચાર કલાક વીજળી મળી રહી છે.ખેડૂતોને ઓછો સમય વીજળી મળતા ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોલસાની અછત સૌરાષ્ટ્રમાં વર્તાવા લાગી છે. સૌરાષ્ટ્રના ગામડાંઓમાં વીજકાપથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં ગામડાંઓમાં 2 થી 3 કલાક વીજળી મળી રહી છે. તેમજ 8 કલાક વીજળીના બદલે ઓછી વીજળી મળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ સરકાર સામે પ્રશ્નો ઉભા કર્યા છે. ખેડૂતોને હાલમાં પિયત માટેનો સમય હોવાથી ભારે હાલાકી પડી રહી છે. તેમજ કૂવામાં પાણી છે છતા લાઇટ ન હોવાથી પિયત થઇ શકતું નથી. જયારે ઉઘોગોને વીજળી મળી જાય છે પણ ખેડૂતોને મળતી નથી. સરકારના આયોજનના અભાવને કારણે ખેડૂતો પરેશાન થઈ રહે છે
આ પણ વાંચો : વડોદરામાં વિદેશી દારૂની 25 પેટીઓ સાથે બે વ્યક્તિ ઝડપાયા, સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો
આ પણ વાંચો : ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, હવે આટલા દિવસમાં થશે બિનખેતીની અરજીનો નિકાલ