Bhavnagar: મહુવાની જનરલ હોસ્પિટલમાં બિનદાસ ફરી રહ્યો છે આખલો, જુઓ Video

| Edited By: | Updated on: Mar 03, 2023 | 12:12 AM

Bhavnagar: મહુવાની જનરલ હોસ્પિટલમાં આખલો ફરતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. હોસ્પિટલમાં આખલો બિનદાસ ફરતો જોઈ શકાય છે. જો કે આ વાયરલ વીડિયો અંગે હોસ્પિટલના ડૉક્ટર જણાવે છે કે વીડિયો ત્રણ મહિના જૂનો છે.

તમે રસ્તે રખડતા ઢોરથી કંટાળ્યા છો ? તો ચિંતા ના કરો. થોડા સમયમાં ઢોર તમને રસ્તા પર જોવા નહીં મળે, બલકે એ તમારા ઘરમાં જ આંટા મારતા જોવા મળી શકે. જેવુ ભાવનગરના મહુવાની હોસ્પિટલમાં જોવા મળ્યું. મહુવાની આ જનરલ હોસ્પિટલના દ્રશ્યો છે. અહીં લેબોરેટરી, ઓપીડી, ગાયનેક સહિતના વિભાગો આવેલા છે પણ આ વિભાગોમાં પણ તમને ડોક્ટર્સ, નર્સ કે દર્દીને બદલે તમારા ટીવી સ્ક્રિન પર તમને આખલો જોવા મળશે.

મહુવાની હોસ્પિટલમાં આજે એક નવા જ પ્રકારનું  ઇન્સ્પેક્શન જોવા મળ્યું. સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલની મુલાકાત લઈ અને વ્યવસ્થા કેવી છે તેની તપાસ કરતાં હોય છે પરંતુ અહીં તો એક આખલો બિન્દાસ્ત હોસ્પિટલમાં ઘુસી ગયો અને  વોર્ડની  અને  વિભાગની મુલાકાત લેતો નજરે ચડ્યો. જો કે આ અંગે હોસ્પિટલના ડોક્ટર કહી રહ્યા છે કે આ વીડિયો ત્રણ મહિના જૂનો છે.

આ પણ વાંચો: Bhavnagar: ભાવનગર મહાનગરપાલિકાનું રૂપિયા 1100 કરોડનું બજેટ સામાન્ય ફેરફાર સાથે થયું મંજૂર

રાજ્યના અનેક શહેરોમાં રખડતા ઢોરનો આતંક એટલો બધો છે કે લોકો રસ્તા પર નીકળતા ડરી રહ્યા છે. ઉપરથી હવે રોડ પર જ નહીં તમને આ રીતે હોસ્પિટલમાં ઢોર જોવા મળી રહ્યા છે. એટલે કે કાલે ઉઠીને આપણા ઘરમાં પણ આખલા, ગાય, ભેંસ જોવા મળે તો નવાઈ પામવા જેવું નથી. કેમકે રાજ્યની મોટાભાગની પાલિકાની આવી જ કામગીરી છે. આ દ્રશ્યો ચોંકાવનારા, આઘાતજનક અને થોડે ઘણે અંશે આંચકો આપનારા છે. લોકોનું કહેવું છે કે અવારનવાર આ પ્રકારે ઢોર હોસ્પિટલમાં ઘૂસી આવે છે. ત્યારે દર્દીઓ અને લોકોની સલામતીનું શું તે એક મોટો સવાલ છે.