Bhavnagar: કેનાલોમાં વારંવાર પડતા ગાબડાને લઈને અમિત ચાવડાનો પ્રહાર, હપ્તાખોરી અને ભ્રષ્ટાચારને કારણે પડે છે ગાબડા-Video
Bhavnagar: રાજ્યની કેનાલમાં વારંવાર પડતા ગાબડાને લઈને વિપક્ષે ગંભીર આક્ષેપ કર્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. ચાવડાએ કહ્યુ કે કેનાલના કામમાં ભ્રષ્ટાચારને કારણે વારંવાર ગાબડા પડે છે. ભાજપના રાજમાં ભ્રષ્ટાચારના ગાબડા ઉજાગર થઈ રહ્યા છે.
Bhavnagar: કમલમમાં કમિશન પહોંચ્યાં બાદ જ સરકારી કામ થાય છે શરૂ. રાજ્યની કેનાલોમાં પડી રહેલા વારંવાર ગાબડાને લઇ વિપક્ષે સરકાર પર આ સણસણતો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાનો આક્ષેપ છે કે કેનાલના કામમાં ભ્રષ્ટાચારને કારણે વારંવાર ગાબડા પડે છે અને આ ભ્રષ્ટાચારનું કમિશન છેક કમલમ સુધી પહોંચે છે. કેનાલના કામમાં ભ્રષ્ટાચારને કારણે વારંવાર ગાબડા પડે છે.
રાજ્યમાં કેનાલના કામમાં કમલમ સુધી કોન્ટ્રાક્ટરો હપ્તા પહોંચાડતા હોવાનો અમિત ચાવડાએ ગંભીર આરોલ લગાવ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે કમલમમાં કમિશન પહોંચ્યા બાદ જ કામ શરૂ કરવામાં આવે છે. કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતોને મોટુ નુકસાન થઈ રહ્યુ છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Follow Us
Loading...
Unable to load recommendations.
