ભાવનગર : GISFમાં ભરતી પ્રક્રિયામાં કૌભાંડના આક્ષેપને CEO આર.ડી.બરંડાએ ફગાવ્યા

|

Jan 12, 2022 | 10:32 PM

ભાવનગરના દલિત અધિકાર મંચના માવજી સરવૈયાનો આક્ષેપ છે કે, GISF વિભાગમાં થયેલી ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સરવૈયાનો આક્ષેપ છે કે જે લોકોએ ક્યારેય હોમગાર્ડમાં ફરજ નથી બજાવી તેવા લોકોની પાછલા બારણેથી GISF વિભાગમાં ભરતી કરાઈ છે.

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સીક્યોરીટી ફોર્સ એટલે કે GISFમાં ભરતી પ્રક્રિયામાં કૌભાંડના(Scam) આક્ષેપને CEO આર.ડી. બરંડાએ ફગાવ્યા છે. બરંડાએ કહ્યું કે, આ સંસ્થામાં સીધી ભરતી (Recruitment)કરવામાં જ નથી આવતી. તમામ ભરતી પ્રક્રિયાઓ ઓનલાઇન માધ્યમથી થાય છે. અને ભરતી પ્રક્રિયાનું CCTV કેમેરાના માધ્યમથી મોનિટરિંગ પણ કરવામાં આવે છે. તેમણે ભરતી પ્રક્રિયાને નિષ્પક્ષ ગણાવી અને યુનિયનની માગણી ન સંતોષાતા તેઓ આવા પાયાવિહોણા આક્ષેપ કરતા હોવાનો દાવો કર્યો.

ભાવનગરના દલિત અધિકાર મંચના માવજી સરવૈયાનો આક્ષેપ

મહત્વનું છે કે, ભાવનગરના દલિત અધિકાર મંચના માવજી સરવૈયાનો આક્ષેપ છે કે, GISF વિભાગમાં થયેલી ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સરવૈયાનો આક્ષેપ છે કે જે લોકોએ ક્યારેય હોમગાર્ડમાં ફરજ નથી બજાવી તેવા લોકોની પાછલા બારણેથી GISF વિભાગમાં ભરતી કરાઈ છે. ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને GISF વિભાગમાં નોકરીઓ મેળવી છે. માવજી સરવૈયાએ 9 લોકો પર નામજોગ આરોપ લગાવી યોગ્ય તપાસની માગણી કરી.

ભાવનગરના શિહોર મુકામે રહેતા અને રાષ્ટ્રીય દલિત અધિકારમંચ ગુજરાતના ઉપપ્રમુખ માવજીભાઈ સરવૈયાએ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. અને 2011થી અત્યાર સુધીમાં બે હજાર જેટલા લોકોને ગેરકાયદે ભરતી કરી હોવાનું જણાવ્યું છે. જેમાં લાયકાત વગરના લોકોની નિમણુંક અને પૈસા લઈને ભરતી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ : ઉતરાયણ પર્વ પર ઇમરજન્સી કેસોને પહોંચી વળવા 108ની ટીમ સજ્જ

આ પણ વાંચો : કાર્ગોથી માલ અન્ય રાજ્યોમાં મોકલવા સુરત આખા ગુજરાતમાં બીજા સ્થાને, જામનગર પ્રથમ

Next Video