ભાવનગર: ગારીયાધાર-ફિફાદ રોડ પર કપાસ ભરેલો ટ્રક પલટી જતા 3 મજૂરોના ઘટના સ્થળે જ મોત- વીડિયો

ભાવનગર: ગારીયાધાર-ફિફાદ રોડ પર કપાસ ભરેલો ટ્રક પલટી જતા 3 મજૂરોના ઘટના સ્થળે જ મોત- વીડિયો

| Edited By: | Updated on: Oct 30, 2023 | 11:39 PM

ભાવનગરના ગારીયાધાર-ફિફાદ રોડ પાસે કપાસ ભરેલા ટ્રકે પલટી મારી દેતા ટ્રકમાં સવાર ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

ભાવનગરના ગારીયાધાર-ફિફાદ રોડ પર કપાસ ભરેલો ટ્રક પલટી જતા 3 મજૂરોના ઘટનાસ્થળે જ 3 મજૂરોના મોત થયા છે. જ્યાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની જાણ થતા જ ગારીયધાર પોલીસે ઘટનાસ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી હતી. કપાસ ભરેલી આઈસર પલટી જવાના કારણે રોડ પર રૂનો ઢગલો થઈ ગયો હતો. આથી તાત્કાલિક રસ્તા પરથી રૂ દૂર કરવાની કામગીરી કરાઈ હતી.

આ પણ વાંચો: અમરેલી: રાજુલામાં મારૂતિધામ તળાવનો થશે કાયાકલ્પ, 2.75 કરોડના ખર્ચે થશે વિકાસ- જુઓ ફોટો

ઘટનાની જાણ થતા જ ગારીયાધાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોનુ પંચનામુ કરી પીએમ અર્થે ખસેડ્યા હતા. મૃતકોની ઓળખ કરી તેમના પરિવારજનોને જાણ કરવા માટેની તજવીજ હાથ ધરી હતી. કુલ 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમા બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Oct 30, 2023 11:39 PM