ભરુચના આ Viral Video જોયા પછી તમે જ નક્કી કરો કે શાળાએ જતું તમારૂ બાળક કેટલું સલામત?

ભરૂચ(Bharuch)માં શાળાએ જતા બાળકોના વાલીઓને જીવ પડીકે બંધાય તેવા વધુ વિડીયો વાયરલ(Viral Video) થયા છે. આ વિડીયો કયા સમયના છે તે અંગે સ્પષ્ટ હકીકત સામે આવી નથી પરંતુ બાળકો(Children)ના જીવ જોખમમાં મુકાયા છે તે અંગે આ દ્રશ્યો ચોક્કસ સાક્ષી પુરાવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 1:35 PM

ભરૂચ(Bharuch)માં શાળાએ જતા બાળકો(Student)ના વાલીઓને જીવ પડીકે બંધાય તેવા વધુ વિડીયો વાયરલ(Viral Video) થયા છે. આ વિડીયો કયા સમયના છે તે અંગે સ્પષ્ટ હકીકત સામે આવી નથી પરંતુ બાળકો(Children)ના જીવ જોખમમાં મુકાયા છે તે અંગે આ દ્રશ્યો ચોક્કસ સાક્ષી પુરાવી રહ્યા છે.

તાજેતરમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં મારુતિ વાનના  ચાલકે સ્કૂલના બાળકોને લઈ જતી વખતે સ્કૂલ વાનના દરવાજા ખુલ્લા રાખી રોંગ  સાઈટ ઉપર વાન લાપરવાહીથી હંકારી હોવાનો મામલો સામે આવતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વાન ચાલકની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ પણ સબક ન લઈ વાહનના દરવાજા ખુલ્લા રાખી વાહન હંકારવાના વિડીયો સામે આવી રહ્યા છે.

સ્કૂલ વાનમાં લટકતા બાળકો

અંકલેશ્વર બાદ હવે ભરૂચના દહેજ બાયપાસ રોડના વિડીયો સામે આવ્યા છે. આ  રોડ દહેજ, વિલાયત , સાયખા અને આસપાસના વિસ્તારોની ઔદ્યોગિક વસાહતોને જોડતો માર્ગ ભારે વાહનોથી ધમધમતો રહે છે. અહીં વાહનના દરવાજા ખુલ્લા રાખી વાહન ચલાવવું કે બાળકોનું વાહનની બહાર લટકવું ચિંતાજનક સ્થિતિને આમંત્રણ આપી શકે છે.

સિવિલ રોડ ઉપર રિક્ષાએ  બહાર લટકતી વિદ્યાર્થીની

શાળાના બાળકોનો જીવ જોખમમાં મુકવામાં સ્કૂલ વાનના ચાલકો સાથે ઓટોરિક્ષા ચાલકો પણ પાછળ નથી. ભરૂચની સિવિલ હોસ્પિટલ નજીકના વિસ્તારનો વાયરલ થયેલો વિડીયો વાલીઓને બાળકોની સલામતીમાટે પ્રાર્થના કરવા મજબુર કરે તેવો છે. આ વીડિયોમાં એક બાળકી સ્કૂલ યુનિફોર્મમાં નજરે પડે છે જેનું અડધું શરીર ઓટોરિક્ષા બહાર છે. આસપાસના વાહનની ટક્કર પણ આ બાળકી માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

Follow Us:
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">