ભરૂચ વિડીયો : લગ્ન સીઝનમાં વરસાદ વિઘ્ન બનાયો, મંડપ ધરાશાયી થયા, આયોજકો ચિંતાતુર બન્યા
ભરૂચ : હાલમાં લગ્નસીઝન ચાલી રહી છે. એકતરફ ઓછા મુહૂર્તના કારણે લગ્નના આયોજન વધુ છે તો બીજીતરફ વરસાદે લગ્ન પ્રસંગના આયોજનો સામે પડકાર ઉભા કર્યા છે. ભરૂચ - અંકલેશ્વરમાં લગ્ન મંડપ તૂટી પડવાના બનાવ સામે આવ્યા છે.
ભરૂચ : હાલમાં લગ્નસીઝન ચાલી રહી છે. એકતરફ ઓછા મુહૂર્તના કારણે લગ્નના આયોજન વધુ છે તો બીજીતરફ વરસાદે લગ્ન પ્રસંગના આયોજનો સામે પડકાર ઉભા કર્યા છે. ભરૂચ – અંકલેશ્વરમાં લગ્ન મંડપ તૂટી પડવાના બનાવ સામે આવ્યા છે.
વરસાદના કારણે લગ્ન મંડપને ભારે નુકસાન થયું છે. લગ્ન સીઝનમાં વરસાદના કારણે લગ્નના આયોજનો સામે પડકાર ઉભો થયો છે. ભડકોદ્રા ગામે વિશાલ મંડપ તૂટી પડ્યો હતો. ભરૂચમાં પણ મંડપને નુકસાન થવાના અહેવાલ સાંપડી રહ્યા છે.સેંકડો લોકોને આમંત્રિત કરી કરાયેલા ભવ્યો આયોજનોમાં ભોજનના બગાડ થયા છે તો લગ્નની વિધિ ટૂંકાણમાં આટોપી લેવાની ફરજ પડી છે.
આ પણ વાંચો : ગીર સોમનાથ વરસાદ : રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસ્યો, તાલાલામાં બે કલાકમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ, જુઓ વીડિયો
Published on: Nov 26, 2023 11:51 AM