ભરૂચ વીડિયો : વરસાદે વિરામ લેતા જનજીવન થાળે પડ્યું, બે દિવસથી બંધ સ્ટેટ હાઇવે વાહન વ્યવહાર માટે ખોલવામાં આવ્યો

| Updated on: Jul 26, 2024 | 1:42 PM

ભરૂચ : ભારે વરસાદના કારણે પાણી ફરી વળવાથી બંધ  થયેલા રસ્તાઓ પાણી ઓસરવાની શરૂઆત સાથે ફરી ખુલી રહ્યા છે. સ્ટેટ હાઇવે દ્વારા અંક્લેશ્વર-હાંસોટને સુરત સાથે જોડતો માર્ગ પુનઃ શરૂ કરાયો છે.

ભરૂચ : ભારે વરસાદના કારણે પાણી ફરી વળવાથી બંધ  થયેલા રસ્તાઓ પાણી ઓસરવાની શરૂઆત સાથે ફરી ખુલી રહ્યા છે. સ્ટેટ હાઇવે દ્વારા અંક્લેશ્વર-હાંસોટને સુરત સાથે જોડતો માર્ગ પુનઃ શરૂ કરાયો છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં ભરૂચમાં કુલ નવ પૈકી માત્ર બે તાલુકામાં જ વરસાદ વરસ્યો છે. જિલ્લાના આમોદમાં ત્રણ અને વાગરામાં ચાર મિલીમીટર વરસાદ નોંધાયો છે.

હવે વરસાદના વિરામ સાથે પરિસ્થિતિ પણ ધીમેધીમે થાળે પડી રહી છે. બે દિવસથી બંધ રહેલ શૈક્ષણિક કાર્ય પણ આજે શુક્રવારે ફરી શરૂ થયું છે. બંધ કરાયેલા માર્ગો પણ ખોલવામાં આવી રહ્યા છે. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સાહોલ અને વડોલી ગામ વચ્ચે કીમ નદીના પાણી ફરી વાળવાના કારણે બે દિવસ સુધી બંધ રહ્યો હતો. જળસ્તર ઓછું થતા માર્ગ ખોલવામાં આવ્યો છે  જો કે આ માર્ગ પર હજુ પણ પાણી નજરે પડી રહ્યા છે પણ જોખમ ન હોવાથી વાહન વ્યવહાર ધમધમતો થયો છે.