Bharuch Video : માંગના અભાવે સેંકડો કિલો ફૂલ ફેંકી દેવાનો વારો આવ્યો, પાણીના મૂલે પણ ખરીદાર મળતા નથી

Bharuch Video : માંગના અભાવે સેંકડો કિલો ફૂલ ફેંકી દેવાનો વારો આવ્યો, પાણીના મૂલે પણ ખરીદાર મળતા નથી

| Updated on: Oct 18, 2023 | 12:38 PM

Bharuch : ભરૂચ જિલ્લાનો નર્મદા નદી(Narmada River)  કાંઠાનો બોરભાઠા બેટ અને તેની આસપાસનો વિસ્તાર તેમજ અંગારેશ્વર પટ્ટીના ગામ ફૂલો(Flowers)ની ખેતી માટે જાણીતા છે. અહીંના ફૂલ દેશના અન્ય રાજ્યમાં પણ નિકાસ થાય છે. ભરૂચ જિલ્લાનો આ વિસ્તાર ગલગોટા(Marigold) અને ગુલાબ(Rose)ના ફૂલની ખેતી(Farming) માટે અત્યંત અનુકૂળ છે. ફૂલની ખેતી અને વેપાર ઉપર નભતાં અહીંના ખેડૂતો અને વેપારીઓને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. 

ફેસ્ટિવલ સીઝન છતાં ફૂલોની માંગમાં ઘટાડો

ફૂલોના ખેડૂત અને વેપારી પીન્ટુભાઇ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રી(Navratri 2023)થી દિવાળી(Diwali)સુધીના સમયગાળામાં ફૂલોની ખુબ માંગ રહેતી હોય છે. ધાર્મિક કાર્યક્રમો , પૂજા વિધિ અને નવરાત્રી જેવા મોટા આયોજન દરમિયાન સુશોભન માટે તાજા ફૂલની ઊંચી માંગ રહેતી હોય છે. નવરાત્રીના ત્રણ દિવસ વીતી જવા છતાં ભરૂચના ગોલ્ડન બ્રિજ(Golden Bridge) નજીક આવેલા ફૂલ બજાર(Flower Market)માં વેપારીઓ ગ્રાહકોના ઇંતેજારમાં છે. ચાલુવર્ષે તાજા ફૂલની માંગ નહિવત સમાન છે.

આ પણ વાંચો : Surat : પુણામાં યુવતીના ગળું કાપવાના પ્રયાસની ઘટનામાં દુષ્કર્મનો પ્રતિકાર કરવાની યુવકે સજા આપી હોવાનું સામે આવ્યું, જુઓ CCTV Video

ફેસ્ટિવલ સીઝનમાં રોજનો હજારો કિલો ફૂલનો કારોબાર થાય છે

સ્થાનિક અગ્રણી ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક જાણીતું અને મોટું બજાર છે. ફેસ્ટિવલ સીઝન દરમિયાન દરરોજ 10હજાર કિલો ગલગોટા અને 4 થી 5 હજાર કિલો ગુલાબના ફૂલનો અહીં વેપાર થાય છે. ચાલુવર્ષે માંગ ખુબ ઓછી છે.

ફેસ્ટિવલ સીઝન અને ચાલુ વર્ષના ફૂલના ભાવ (રૂપિયામાં)

ફૂલ  ફેસ્ટિવલ સીઝનના ભાવ  હાલના ભાવ 
ગલગોટા  70 થી 100  10 થી 15
ગુલાબ 100 થી 150 10 થી 25

ભાવ ન મળતાં ફૂલ ફેંકી દેવાયા

બજારમાં ફૂલોની માંગ અને ભાવ બન્ને નજરે ન પડતા વેપારીઓએ ફૂલ ફેંકી દેવાનો વારો આવ્યો હતો. ફૂલના ખેડૂત અને વેપારી  રાજેશ પરમારે પીડા વ્યક્ત કરતા જણાવ્યું કે ફૂલ તોડવાની મજૂરી જેટલું પણ વળતર મળી રહ્યું નથી. આ ઉપરાંત ખરીદાર ન મળતા સેંકડો કિલો ફૂલ કચરાપેટીમાં અને નર્મદા નદીમાં ફેંકી દેવાની ફરજ પડી છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 18, 2023 09:40 AM