ભરૂચ : બે બાઈક વચ્ચે અકસ્માતનો આ વિડીયો તમારા શ્વાસ અધ્ધર કરી દેશે… સીસીટીવી કેમેરાએ કેદ કરી ઘટના
ભરૂચ : અંકલેશ્વરમાં અકસ્માતની એક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. બે બાઈક વચ્ચે ટક્કરની આ ઘટના જોતા પહેલી નજરે જાણે કોઈ ફિલ્મી જોખમી સ્ટંટ હોય તેવો આભાસ કરાવે છે. અકસ્માત બાદ બાઈક અને બાઈક ચાલક ફંગોળાઈ ગયા હતા.
ભરૂચ : અંકલેશ્વરમાં અકસ્માતની એક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. બે બાઈક વચ્ચે ટક્કરની આ ઘટના જોતા પહેલી નજરે જાણે કોઈ ફિલ્મી જોખમી સ્ટંટ હોય તેવો આભાસ કરાવે છે. અકસ્માત બાદ બાઈક અને બાઈક ચાલક ફંગોળાઈ ગયા હતા. શ્વાસ અધ્ધર કરી દેતી આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર – હાંસોટ રોડ પર આવેલ મોદી નગર નજીક અકસ્માતની આ ઘટના બની હતી. બાળક સહીત પરિવારના ત્રણ સભ્યો અંકલેશ્વર – હાંસોટ રોડથી વળાંક લઈ રહ્યા હતા ત્યારે મુખ્ય રોડ પર દોડતી એક બાઇકે પરિવારની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ઘટનામાં ટક્કરમારનાર બાઈક ચાલક દૂર સુધી ફંગોળાયો હતો. જયારે પરિવાર પણ પટકાયું હતું. ઘટનામાં બાળક સહીત ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરાએ કેદ કરી છે.ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. બનાવ સંદર્ભે અંકલેશ્વર પોલીસે તપાસ હાથ ધરી છે.

