Bharuch : નસીબ હોય તો આવું, ટ્રકની ટક્કરે ફંગોળાવા છતાં કંઈ ન થયું! ઘટના CCTV કેમેરામાં કેદ થઈ – જુઓ Video
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. બેફામ દોડતી હાઇવા ટ્રકે મોપેડ ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના તોતિંગ પૈડાં નીચે મોપેડનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. બેફામ દોડતી હાઇવા ટ્રકે મોપેડ ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકની ટક્કરે મોપેડનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
અચંબાની વાત એ છે કે આ ભયંકર અકસ્માતમાં મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાના સમયે આસપાસના લોકો દોડી આવી મદદે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગોદી રોડ પર આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાથી ભારે વાહનોને શહેરમાંથી અવર-જ્વર કરવા માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ જાહેરનામાની આડમાં ભારે વાહનો શહેરમાં બેફામ રીતે દોડતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે જેમાં અકસ્માતના ભયાવહ દ્રશ્ય સ્પષ્ટ રીતે નજરે પડે છે. આ ઘટના બાદ જાહેરનામાના અમલીકરણ અને શેરમાં બેફામ દોડતા ભારે વાહનો પર લગામ મુદ્દે માંગ ઉઠી છે. ઘટનાની ભરૂચ પોલીસે પણ તપાસ શરુ કરી છે.