ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક આપને આપતા કોંગ્રેસમાં શરૂ થયુ કમઠાણ, અહેમદ પટેલના પુત્ર-પુત્રીએ વ્યક્ત કર્યો વિરોધનો સૂર- વીડિયો

ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર આપ અને કોંગ્રેસ વચ્ચે સહમતી સધાઈ ગઈ છે અને કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા આપ પાર્ટીને આ બેઠક આપવામાં આવી છે. જેને લઈને પહેલેથી આ બેઠક પર દાવો કરી રહેલા અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ અને મુમતાઝ પટેલનું સપનુ રોળાયુ છે અને વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2024 | 12:01 AM

અનેક અટકળો બાદ ગુજરાતમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનની સતાવાર જાહેરાત થઈ ગઈ છે. INDIA ગઠબંધને ભરૂચ અને ભાવનગરની બેઠક પર AAP પર મહોર મારી છે અને આ સાથે જ ભરૂચ બેઠક પરનું ગુંચવાયેલું કોકડું ઉકેલાઈ ગયું છે. એટલે કે અહિંથી મુમતાઝ પટેલ કે ફૈઝલ પટેલ નહી પરંતુ ચૈતર વસાવા લડશે. અહેમદ પટેલનું પરિવાર આડકતરો વિરોધ દર્શાવી રહ્યું છે. આ સાથે જ બંને ભાઈ-બહેનનું ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાનું સપનું તૂટી ગયું છે.

AAP જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. ત્યારે કોંગેસ નેતા શક્તિસિંહે જીતનો દાવો કર્યો છે અને કહ્યું કે આ હાઈકમાન્ડનો નિર્ણય છે અને તેને વધાવાનો હોય, આ વખતે કોંગ્રેસ વધુ મતોથી જીતશે. બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નિશાન સાધતા કહ્યું કે. કોંગ્રેસ અને આપ અને કોંગ્રેસ દિવાસ્વપ્નોમાં રાચે છે. આ આંધળા અને બહેરાનું ગઠબંધન છે. PM મોદીના નેતૃત્વમાં ભાજપની હેટ્રિક નિશ્ચિત છે. ત્યારે હવે સવાલ એ છે કે ભરૂચમાં કોનું પલડું ભારે રહેશે!

આ પણ વાંચો: રાજકોટમાં જુના ઍરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી પીએમ મોદીનો યોજાશે મેગા રોડ શો, કરાયુ રિહર્સલ- જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">