ભરૂચ : જાણો ધૂળધોયા કોમની ‘સુવર્ણ’કલા વિશે… જે કચરામાંથી શોધે છે સોનું, જુઓ વીડિયો

|

Jun 27, 2024 | 11:48 AM

ભરૂચમાં સોનુ ગટરોમાં વહે છે. ભરૂચના લાલબજાર નજીક આવેલા ચોક્સી બજારને ઝવેરીઓનું અને આભૂષણ નિર્માતાઓનું હબ માનવામાં આવે છે. આ વિસ્તારમાં શહેરના મોટાભાગના દાગીના તૈયાર કરવાનું કામ થાય છે.

ભરૂચના લાલબજાર નજીક આવેલા ચોક્સી બજારને ઝવેરીઓનું અને આભૂષણ નિર્માતાઓનું હબ માનવામાં આવે છે. આ વિસ્તારમાં શહેરના મોટાભાગના દાગીના તૈયાર કરવાનું કામ થાય છે.જ્યાંની ગટર અને કચરામાંથી સોનુ મળી આવે છે.ભરૂચમાં સોનુ ગટરોમાં વહે છે.

ભરૂચના ચોક્સી બજારમાં આવેલ વર્કશોપ અને મેન્યુફેક્ચરિંગ યુનિટોમાંથી સોનાની રજકણ ઘણીવાર કચરા અને ગટરોમાં વહી જાય છે. અહીં સોનાની રજકણોને ધૂળધોયા કોમના લોકો શોધી કાઢે છે. નરી આંખે નજરે ન પડતું સોનુ અદભુત આવડત અને તેજ નજરની મદદથી ધૂળધોયા લોકો શોધી નાખે છે.

આ પણ વાંચો : આજનું હવામાન : ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા, જુઓ Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:48 am, Thu, 27 June 24

Next Video