Bharuch : ભાલોદ ગામમાં રાતના સમયે મગર નીકળ્યો લટાર મારવા, ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો, જુઓ Video

| Updated on: Sep 08, 2023 | 2:49 PM

Bharuch : ઝઘડિયા તાલુકામાં નર્મદા(Narmada) નદીના કિનારે આવેલા ગામમાં મહાકાય મગર લટાર મારવા પહોંચી જતા ભય વચ્ચે આ વિશાળ મગરને જોવા કુતુહુલ સર્જાયું હતું. સ્થાનિકોઅનુસાર મગર 11 ફુટ લાંબો અને 300 કિલો કરતા વધુ વજનનો છે.

Bharuch : ઝઘડિયા તાલુકામાં નર્મદા(Narmada) નદીના કિનારે આવેલા ગામમાં મહાકાય મગર લટાર મારવા પહોંચી જતા ભય વચ્ચે આ વિશાળ મગરને જોવા કુતુહુલ સર્જાયું હતું. સ્થાનિકોઅનુસાર મગર 11 ફુટ લાંબો અને 300 કિલો કરતા વધુ વજનનો છે.

ઝઘડિયાના તાલુકાના નર્મદા કાંઠે વસેલા ભાલોદ ગામના મોટી ભાગોળ વિસ્તારમાં જમાષ્ટમીની ઉજવણી દરમિયાન મધરાતે એક મહાકાય મગર ગામના રસ્તાઓ ઉપર નજરે પડતા દોડધામ મચી હતી.આ 11 ફૂટ લાંબા અને 300 કિલો વજન ધરાવતા મહાકાય મગરે ભય ફેલાવ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે મધરાતે મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં લટાર મારતાં મગરથી ગ્રામજનોના જીવ પડીકે બંધાયા હતા.

આ પણ વાંચો : Monsoon 2023 : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, સુરત, નવસારી, ડાંગ, તાપીમાં ધોધમાર વરસાદ, જુઓ Video

ગામમાં મગર ઘુસી આવ્યો હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા લોકોમાં ફફડાટ સાથે કુતુહુલ જોવા મળ્યું હતું. મગરને જોવા ટોળા ઉમટી પડ્યા હતા. મોટી ભાગોળના રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર અંગેની જાણ ઝઘડિયા વન વિભાગ અને જીવદયા પ્રેમીઓને કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Amreli Breaking : બગસરાના હાલરીયા ગામે સિંહણે કર્યો બાળકીનો શિકાર, સિંહણને પાંજરે પુરવા વન વિભાગ થયુ દોડતુ, જુઓ Video

મહાકાય મગરને પકડવા વન વિભાગે કવાયત હાથ ધરી હતી. અંદાજિત બે કલાકની જહેમત બાદ મહાકાર મગરને ભાલોદના હનુમાન મંદિર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. વન વિભાગે મગરને પાંજરામાં પુરતા ગ્રામજનોના જીવમાં જીવ આવ્યો હતો. પાંજરે પુરાયેલા મહાકાય મગરને સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 08, 2023 02:46 PM