શું ભરૂચ ડ્રગ્સ નેટવર્કનું હબ બની ગયું છે? જાણો કેમ ઉઠ્યા આ સવાલ અને સાંભળો SP ડો. લીના પાટીલનો જવાબ

| Edited By: | Updated on: Sep 20, 2022 | 9:29 AM

ખીલજી હિસ્ટ્રીશીટર છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂપિયા 9.90 લાખનું ડ્રગ્સકબ્જે કર્યું છે. પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું અને ખરીદાર કોણ હતા સહિતની તપાસ માટે પોલીસે બન્નેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ફરીએકવાર ભરૂચ(Bharuch) જિલ્લો ડ્રગ્સના નેટવર્કનું હબ હોવાનો ઈશારો મળી રહ્યો છે. ૨૪ કલાક અગાઉ ભરૂચમાંથી રવાના થયેલ નશીલા પદાર્થના મોટા જથ્થાને વડોદરા પોલીસે ઝડપી પડયા બાદ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે રેલવે સ્ટેશન નજીકથી પેડલરને 100 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પડ્યો છે. પૂછપરછમાં આ ડ્રગ્સ નિવૃત્ત પોલીસકર્મીના પુત્રએ મંગાવ્યું હોવાનું જાણવા મળતાં રીસીવરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત થોડા સમય અગાઉ દેશના સૌથી મોટા ડ્રગ્સના જથ્થાના પાનોલીની કંપનીમાંથી ઝડપાવાના બનાવમાં પોલીસે મુખ્ય આરોપીનો મુંબઈ પોલીસ પાસેથી કબ્જો મેળવ્યો છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે અત્યારસુધી ભરૂચમાંથી MD ડ્રગ્સ બનાવી મુંબઈ મોકલવાનું રેકેટ ચાલતું હતું જે બાદ મુંબઈથી મેફેડ્રોન ડ્રગ્સ પેડલરો દ્વારા દેશભરમાં ઠાલવવામાં આવી રહ્યું હતું. ભરૂચ પોલીસે ફેક્ટરી ઝડપી પડ્યા બાદ ગુનાઓ ઉપર નિયંત્રણ આવી રહ્યું છે. 3511 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું.

 

 

MD ડ્રગ્સ સાથે નિવૃત્ત પોલીસપુત્ર સહીત બે ઝડપાયા

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે(Dr. Leena Patil – SP Bharuch) સોમવારે સમી સાંજે પત્રકાર પરિષદ યોજી એમ.ડી. ડ્રગ્સમાં ભરૂચના 2 આરોપી ઝડપાયા હોવાની માહિતી આપી હતી. ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ATS ચાર્ટરની કામગીરી હેઠળ પી.આઈ. વી.કે.ભૂતિયા, પોસઇ પી.એમ.વાળા, એમ.આર.શકોરિયા, એમ.એમ.રાઠોડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હે.કો. અનિરુદ્ધસિંહને મળેલી બાતમીના આધારે ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી પેડલરો MD ડ્રગ્સ લઈને આવ્યા હતા. જંબુસર બાયપાસ રોડની નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતો સલમાન મુસ્તાક પટેલ રેલવે સ્ટેશનની બહાર નીકળતા તેને ઝડપી પડી તલાસી લેતા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પૂછપરછમાં આ પેડલરે ડ્રગ્સ વસીલા સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસકર્મીના પુત્ર ઇમરાન શોકત ખીલજી એ મંગાવયું હતું જેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ખીલજી હિસ્ટ્રીશીટર છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂપિયા 9.90 લાખનું ડ્રગ્સકબ્જે કર્યું છે. પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું અને ખરીદાર કોણ હતા સહિતની તપાસ માટે પોલીસે બન્નેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બન્ને આરોપીની કુલ ₹10.10 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ઇન્ટ્રોગેશન હાથ ધરાયુ છે.

પાનોલીમાં 1385 કરોડનું MD ડ્રગ્સ ઝડપાવાના કેસમાં મુખ્ય આરોપી ભરૂચ પોલીસની કસ્ટડીમાં લેવાયા

અન્ય એક બનાવમાં ભરૂચ પોલીસે પાનોલી GIDCની ઇન્ફિનિટી રિસર્ચ અને ડેવલપમેન્ટ કંપનીના નામે ડ્રગ્સ બનાવત્તા કંપનીના બે માલિકો એવા મુખ્ય સૂત્રધાર રામેન્દ્રકુમાર ગિરિરાજ કિશોર દીક્ષિત અને પ્રેમપ્રકાશ પારસનાથ સીંગનો પણ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પનોલીની કંપનીમાં ભરૂચ પોલીસના દરોડામાં રૂપિયા 1385 કરોડનું MD ડ્રગ્સ પકડાયું હતું. જ્યારે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે ₹1026 કરોડનું ડ્રગ્સ આજ કંપનીમાંથી પકડયું હતું. આરોપીઓની પૂછપરછ હાથ ધરી પોલીસે દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડના મૂળ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.

Published on: Sep 20, 2022 07:05 AM