ભરૂચ : ભારે વરસાદ બાદ ખેતરો તળાવમાં ફેરવાયા, ખેતીને ભારે નુકસાન, જુઓ વીડિયો
ભરૂચ : તાજેતરમાં વરસેલા ભારે વરસાદ બાદ ભરૂચ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભરૂચ શહેર સહીત જિલ્લામાં વરસાદી પાણીએ ભારે કહેર મચાવ્યો હતો. ખેતરોમાં પણ પાણી ભરાયા હતા.
ભરૂચ : તાજેતરમાં વરસેલા ભારે વરસાદ બાદ ભરૂચ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભરૂચ શહેર સહીત જિલ્લામાં વરસાદી પાણીએ ભારે કહેર મચાવ્યો હતો. ખેતરોમાં પણ પાણી ભરાયા હતા.
ભારે વરસાદ બાદ ખેતરો તળાવમાં ફેરવાયા હતા. બે દિવસથી વરસાદના વિરામ છતાં પાણીનો નિકાલ થયો નથી. ભરૂચના પૂર્વ પટ્ટીના ગામોમાં કપાસની મોટાપાયે ખેતી કરવામાં આવી રહી છે.
વરસાદી પાણીના કારણે કપાસના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. નિકોરા અને આસપાસના ગામોની સીમમાં ખેતરોમાં પાણી ભરાવાથી કપાસના પાક બળી જવાની ભીતિ સર્જાઈ છે. આ સ્થિતિમાં ખેડૂત ચિંતતુર બન્યા છે.
આ પણ વાંચો : ભરૂચ વીડિયો : વરસાદે વિરામ લેતા જનજીવન થાળે પડ્યું, બે દિવસથી બંધ સ્ટેટ હાઇવે વાહન વ્યવહાર માટે ખોલવામાં આવ્યો