ભરૂચ : પુત્રના કેસરીયાથી ગિન્નાયેલા છોટુ વસાવાએ નવા રાજકીય સંગઠનની રચના કરી, જુઓ વીડિયો
ભરૂચ : પુતે મહેશ વસાવા દ્વારા 1000 સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત બાદ આદિવાસીઓના રૉબિનહૂડ તરીકે ઓળખાતા છોટુ વસાવા રાજકીય દબદબો નબળો પડ્યો હોવાના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે.
ભરૂચ : પુત્ર મહેશ વસાવા દ્વારા 1000 સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત બાદ આદિવાસીઓના રૉબિનહૂડ તરીકે ઓળખાતા છોટુ વસાવા રાજકીય દબદબો નબળો પડ્યો હોવાના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં સમર્થકો સાથે આ મામલે બેઠક યોજ્યા બાદ છોટુ વસાવાએ આખરે નવા રાજકીય સંગઠનની રચનાની જાહેરાત કરી નાખી છે.
છોટુ વસાવા દ્વારા નવા સંગઠનની સ્થાપના કરાઈ છે. ભારત આદિવાસી સેના નામના સંગઠનની સ્થાપના કરવામાં આવી છે. છોટુ વસાવાએ જણાવ્યું છે કે હોદ્દેદારોની આગામી સમયમાં વરણી કરાશ. હાલમાં જ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા છે જે બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
ભરૂચ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ

