ભરૂચ : અંકલેશ્વર સ્થિત એશિયન પેઇન્ટ્સ કંપનીમાં ભીષણ આગ લાગી, 6 ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબુ મેળવાયો, જુઓ વીડિયો
ભરૂચ : એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક અને દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર અંકલેશ્વર ગુરુવારે ઉઠ્યું હતું. ઔદ્યોગિક વસાહતની સૌથી હોતી કંપનીઓ પૈકીની એક એવી એશિયન પેઇન્ટ્સ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી.

કંપનીના પ્લાન્ટમાં આગનો મેસેજ મળતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ તરફ રવાના કરાયા હતા . અંકલેશ્વરના કેમિકલ ફાયર એક્સપર્ટ ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર સાથે સ્થાનિક કંપનીઓના 6 ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ખાનગી કંપનીમાં ભીષણ આગથી દોડધામ મચી ગઈ હતી. સૂત્રો અનુસાર જીઆઇડીસીની એશિયન પેઇન્ટ કંપનીના થેલિક ડિવિઝનમાં આગ લાગતા દોડધામ મચી હતી . આ કંપની કલર બનાવે છે.
મોડી રાતે આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નોંધાવા પામી નથી.